ગાંધીનગર ખાતે ચાલી રહેલ બિન અનામત આંદોલનમાં બે દીકરીઓની તબિયત લથડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 10:58:15
  • Views : 301
  • Modified Date : 2020-02-17 10:58:15

છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર ખાતે ચાલી રહેલ બિન અનામત વર્ગના
આંદોલનમાં ગતરોજ બે દીકરીઓની તબિયત ખરાબ થઈ હતી જેને પગલે ૧૦૮ બોલાવીને દીકરીઓને સારવાર અર્થે ગાંધીનગર સીવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. બંને દીકરીઓની હાલ સારવાર હેઠળ છે.
આ ઘટનાની જાણ થતા ગુજરાત રાજ્ય બ્રહ્મસમાજના પ્રમુખ  ભરતભાઈ રાવલ, પ્રદેશના યુવા મંત્રી દિવ્યભાઈ ત્રિવેદી, યુનિટી આૅફ પરશુંરામ
પરીવારના પ્રદેશ પ્રમુખ નિરવભાઈ દવે, અક્ષયભાઈ જાની, બ્રહ્મ મહિલા અગ્રણી નિયુતાબેન વ્યાસ, કાનનબેન દવે સહિતના અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ ખાતે બંને દીકરીઓની ખબર અંતર પૂછવા આવ્યા હતા.

Download Our B K News Today App



Related News