સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અછતના કારણે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 11:23:42
  • Views : 271
  • Modified Date : 2021-04-04 11:23:42

સિદ્ધપુર બિંદુ સરોવર
પીકઅપ સ્ટેન્ડ પાસે ગત તારીખ ૧ એપ્રિલ ના રોજ બે બાઇક વચ્ચે ગોજારો અકસ્માતમાં ભોગ બનેલા સિદ્ધપુરના બે આશાસ્પદ યુવાનોને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવારના અભાવે બે યુવાનોનું મોત થયા હતા. જેને લઈ નગરજનોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. ત્યારે આજે સિદ્ધપુર શહેરના તેમજ તાલુકાના દરેક સમાજના યુવાનો ઉપસ્થિત રહીને
સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને સિદ્ધપુર મામલતદાર કનકસિંહ ગોહિલને આવેદન
પત્ર આપ્યુ હતું.
સિદ્ધપુર સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી વિશે મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી હતી. જન અધિકારી મંચના નેજા હેઠળ સિદ્ધપુર તાલુકાના દરેક સમાજના યુવાનો
ઉપસ્થિત રહીને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં તબીબોની અછત પુરી થાય, યોગ્ય તાત્કાલિક સારવાર મળી રહે અને સિવિલ
હોસ્પિટલના સ્ટાફ પાસેથી યોગ્ય જવાબો મળી રહે તેવી માંગ સાથે મામલતદાર કચેરી ખાતે મામલતદાર કનકસિંહ ગોહિલને આવેદન પત્ર
આપવામાં આવ્યું. જાે આ પ્રશ્નનો સત્વરે નિવાકરણ નહિ આવે તો સિધ્ધપુર શહેર તેમજ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News