પાલનપુર મુકામે કલેકટરના અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 10:50:56
  • Views : 400
  • Modified Date : 2021-04-15 10:50:56

પાલનપુર મુકામે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્શિજનના જથ્થા અંગે ચર્ચા કરી વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, જે ખાનગી
હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવે છે તેવી હોસ્પીટલના દર્દીઓના આર.ટી.
પી.સી.આર. રિપોર્ટ, આધાર કાર્ડ, ર્ડાકટરની ભલામણ અને દર્દીની ટુંકી વિગતના આધારે સરકારી ધારાધોરણ મુજબ રેમડેસીવીર ઇન્જેક્શન
આપવામાં આવશે.  ખાનગી હોસ્પિટલોએ કોવિડ સારવાર માટે મંજુરી મેળવી છે માત્ર તેવી જ ખાનગી હોસ્પીટલોને રેમડેસીવીર ઇન્જેક્શન વેચાણથી આપવામાં આવશે. કોઇપણ વ્યક્તિ કે દર્દીના સગાને આ ઇન્જેક્શન
આપવામાં આવશે નહીં. રેમડેસીવીર ઇન્જેક્શનની વ્યવસ્થા માટે પાલનપુર સીવીલ સર્જનને સત્તા સુપ્રત કરી સમગ્ર વ્યવસ્થા સુનિશ્વિત કરવામાં આવી છે. જેનાથી દર્દીઓને સારવારના સમયે ઇન્જેકશન સરળતાથી
ઉપલબ્ધ કરાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું.  
 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, આસી.કલેકટર પ્રશાંત જીલોવા, નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ, બનાસ મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ ર્ડા.સુનિલ જાેષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. જીગ્નેશ હરીયાણી, સીવીલ સર્જન, એપેડેમીક મેડીકલ ઓફિસર ર્ડા. એન.કે.ગર્ગ, ફિજીશિયન ર્ડા.પંચાલ, ર્ડા.ઉમંગ વૈષ્ણવ સહિત ખાનગી તબીબો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News