કોરોનાના નવા લક્ષણ: ઝડપી પ્લેટલેટ નુકશાન, સતત પેટમાં દુખાવો, તાવ નહીં: 40 થી વધુ દર્દીઓ દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 15:25:17
  • Views : 432
  • Modified Date : 2021-03-25 15:25:17

    રાજ્યમાં કોરોનાની બીજી લહેરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. અલગ અલગ જગ્યાએ નવા લક્ષણો સામે આવી રહ્યા છે, જેમાં ખંજવાળ અને પેટનો દુખાવો સહિતના લક્ષણો સામેલ છે. રાજકોટમાં પણ હવે નવા પ્રકારના લક્ષણો ધરાવતા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને ઘણા કિસ્સામાં દર્દીને છેક સુધી લક્ષણોની ખબર જ રહેતી નથી. જે દાખલ થાય છે તેમાં મોટાભાગે 40થી શરૂ કરી 60 વર્ષની વયના દર્દીઓ હોય છે. જ્યારે એક દર્દીએ ખોરાક લેતા પેટ જકડાઈ ગયું હતું.

    સિવિલના ડો. અનડકટના જણાવ્યા અનુસાર જે પણ દર્દીઓ પોઝિટિવ આવે તો એક્સ-રે, બ્લડ સહિતના તમામ રિપોર્ટ થાય છે. જો દાખલ કરવા પડે તેમ હોય તો તે કાર્યવાહી થાય છે. હાલ કેસમાં વધારો આવ્યો છે તેમાં હોસ્પિટલાઈઝ કરવા પડે તેવા દર્દીની સંખ્યા ખૂબ ઓછી છે.ડોક્ટર અનડકટ મુજબ, હાલ નવા નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જેમ કે રાજકોટમાં જે દર્દીઓ આવે છે તેઓ પેટનો દુખાવો, ડાયેરિયા, તાવ આવ્યા વગર જ બ્રેથલેસનેસ એટલે કે શ્વાસ ચડી જવા વગેરે છે. રિપોર્ટમાં ત્રાકકણો એટલે કે પ્લેટલેટ ઘટી જતા હોવાનું દેખાયું છે જોકે તેના બીજા કારણો પણ સમાવિષ્ટ હોય શકે પણ પહેલા જે કેસ આવતા તેમાં પ્લેટલેટમાં ઘટાડો જોવા મળતો ન હતો.

    બીજી તરફ અમુક લોકોને પગમાં ખંજવાળ આવે તેવી ફરિયાદ મળી છે. જોકે તે ખૂબ જ જૂજ કેસ છે તેથી તેમાં સ્પષ્ટ કહી શકાય નહીં. જે લોકોને તાવ નથી પણ થોડી થોડી વારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે કારણ વગર ડાયેરિયા કે પેટમાં દુ:ખે તો એક વખત સ્ક્રીનિંગ કરાવવું હિતાવહ છે.

    ​​​​​​​સ્ટ્રેનનો ભોગ બનેલ કોરોનાના દર્દી જણાવે છે​​​​ કે, તાવ, શરદી, ઉધરસ જેવા કોઈ પણ લક્ષણો જોવા ન મળ્યા. એક દિવસ ખૂબ જ સખત નબળાઈ અનુભવાઈ. નબળાઈ વધુ હોવાથી ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો.આ દર્દી આગળ કહે છે કે, આજ દિન સુધી હજુ તાવ, માથું દુખવું કે ઉધરસના એક પણ લક્ષણ જોવા નથી મળ્યા. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા દિવસે મેં ખોરાક લીધો તો પેટ જકડાઈ ગયું અને પેટનો દુખાવો અસહ્ય થયો. ત્યારબાદ મેં માત્ર લિક્વિડ ફૂડનો જ આગ્રહ રાખ્યો. 6 દિવસ બાદ હું ખોરાક લઈ શક્યો. મારા અનુભવ પરથી હું એવું કહું છું કે, જો કોઇને નબળાઈ અનુભવાઈ તો તેને અવગણવાને બદલે તુરંત જ ટેસ્ટ કરાવવો જોઇએ. વુહાન પેટર્ન મુજબ તાવ, શરદી, ઉધરસ જોવા મળતા હતા. યુકે સ્ટ્રેનમાં આ બધા લક્ષણો ગાયબ હતા.


Download Our B K News Today App



Related News