ડીસાની રત્નાકર સોસાયટી પાસે ચાર યુવકો દ્વારા રત્નાકર સોસાયટીમાં રહેતા યુવક પર તલવાર વડે હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:34:17
  • Views : 775
  • Modified Date : 2021-08-19 12:34:17

     ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતક વધી રહ્યો છે ખાસ કરીને ડીસા શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન રહેવાય તેમ એક બાદ એક મારામારીની ઘટના ઓ ને અંજામ આપી રહ્યા છે ત્યારે આવી જ એક વધુ મારામારીની ઘટના આજે ડીસા શહેર ની રત્નાકર સોસાયટી માં બનવા પામી હતી નિશાની રત્નાકર સોસાયટી માં રહેતો રાજુ લાલવાણી પોતાના કામકાજ અર્થે સોસાયટી માંથી બહાર જતો હતો તે સમયે પિન્ટુ માળી નામના યુવકે પોતાના અન્ય ત્રણ સાથીદારો સાથે મળી રાજુ લાલવાણીને ઉભો રખાવી કહેલ કે અગાઉના તારી પાસે ૩૫ હજાર રૂપિયા માંગુ છું તે મને આપી દે ત્યારે રાજુ નામના યુવકે પીન્ટુ ને કોઈ પૈસા આપવાના ન હોય ઇનકાર કરતા પિન્ટુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના હાથમાં રહેલ તલવાર રાજુ લાલવાણી હાથમાં મારી હતી જે બાદ આજુબાજુના લોકો ભેગા થઇ જતાં પીન્ટુ અને તેના અન્ય ત્રણ સાથીદારો ત્યાં થી ફરાર થઈ ગયા હતા જે બાદ રાજુ લાલવાણીના હાથમાં તલવાર લાગતા તેને તાત્કાલિક ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અંગે રાજુ લાલવાણીએ ડીસા ઉત્તર પોલીસ મથકે પીન્ટુ મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News