માનવજાતની સૌથી મોટી સ્વિસ બેંક ધરતી અને પર્યાવરણ છે : સ્વામી નીજાનંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 13:11:52
  • Views : 413
  • Modified Date : 2019-06-09 13:11:52

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગોતરકા બ્રહ્મચારી આશ્રમના ગાદીપતિ પ.પૂ નીજાનંદ બાપુ, પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, વઢીયાર - નિયક બ્રહ્મસમાજ પ્રમુખ હસમુખભાઈ ઠાકર, પી.સી.પ્રજાપતિ વિદ્યાલયના આચાર્ય અશોકભાઈ દવે,  શિક્ષણવીદ નવીનભાઈ ભોજક, જૈન અગ્રણી ભરતભાઈ શેઠ, જીજ્ઞાબેન ભોજક, ડેલીગેટ, ચુંડાજી ઠાકોર, તલાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર આનંદ પટેલે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવવા તથા પર્યાવરણના કાર્યોમાં જાડાવવા સૌને હાકલ કરી હતી.પુજ્ય નીજાનંદ બાપુ દ્વારા પણ પર્યાવરણ જાગૃતતા માટે સભાનતા કેળવવા જણાવ્યું હતું કે જે વૃક્ષના લાકડા ચાલવાની શરૂઆત છેડ છેક અંતિમ સંસ્કાર સુધી સાથે આવે છે. આપણુ વિસર્જન કરવા જે રાખ થાય છે એ વૃક્ષને આપણે ના વાવી શકીએ તો આપણા જેવો નગુણો બીજા કોઈ નથી.આ પ્રસંગે સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટને પર્યાવરણ કાર્યોમાં ઉપયોગી થતાં લોકોનું પૂજ્ય નીજાનંદ બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ કૌશલ જાષી દ્વારા કરાયું હતું. 


Download Our B K News Today App



Related News