શિયાળાની ઠંડક વચ્ચે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વકર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 14:17:52
  • Views : 99
  • Modified Date : 2023-11-23 14:17:52

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતો જઇ રહ્યો છે. જો કે વધતી જતી ઠંડી વચ્ચે હવે રોગચાળો પણ વકરી રહ્યો છે. ગુજરાતમાં શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થયો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂના રોગચાળાએ માથુ ઉચક્યુ છે. શિયાળાની ઠંડક વચ્ચે સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થઇ રહ્યો છે. ચાલુ મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 10 માસમાં 170 કેસ નોંધાયા છે, તો 2 દર્દીના મોત થયા છે. સ્વાઇન ફ્લૂના કેસમાં દેશમાં ગુજરાત ચોથા ક્રમે છે.એક તરફ માવઠાંની આગાહી અને બીજી તરફ ઠંડીનું જોર વધી રહ્યુ છે. 5 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે અને હજુ પણ 3 દિવસ બાદ પારો વધુ ગગડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. કમોસમી વરસાદ બાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે રોગચાળો વકરવાની શક્યતા છે.

Download Our B K News Today App



Related News