હવે મિઠાઈ-ફરસાણમાં વપરાતા કુકિંગ ઓઈલની વિગત નોટિસ બોર્ડ પર લગાવવી પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 16:28:14
  • Views : 368
  • Modified Date : 2019-10-22 16:28:14

દિવાળીના તહેવારો દરમિયાન મિઠાઈ અને ફરસાણાના વેપારીઓ માટે એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જેથી વેપારીઓએ મિઠાઈ અને ફરસાણમાં વપરાતાં કુકિંગ ઓઈલની વિગત નોટિસ બોર્ડ પર લગાવવી પડશે. વેપારીઓએ વારંવાર ખાદ્ય તેલનો ઉપયોગ નહીં કરી શકે.દૂધની મિઠાઈના પૅકિંગ પર બેસ્ટ બીફોર અને યુઝ્ડ ડેટ લખવાની રહેશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે એક માર્ગદર્શિકા જારી કરી છે. વેપારીઓએ ખાદ્ય તેલનો પ્રકાર વનસ્પતિ અથવા અન્ય ફેટ સહિતની માહિતી ગ્રાહકો જોઈ શકે તે પ્રકારથી પ્રદર્શિત કરવાની રહેશે. દૂધની તૈયાર થયેલી વસ્તુઓ માટે પેક અથવા લૂઝ મિઠાઈમાં બેસ્ટ બિફોર અને યુઝ્ડ બાય ડેટ ચોક્કસપણે લખવાની રહેશે. માંડવા અથવા શામિયાણું નાખી વેચાણ કરતા વેપારીઓએ પણ FSSAIનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે.

Download Our B K News Today App



Related News