અમદાવાદમાં સફાઈ કામદારો કામકાજથી અળગા રહ્યાં, બોડકદેવ ઓફિસ બહાર સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 12:01:22
  • Views : 257
  • Modified Date : 2020-12-25 12:01:22

    અમદાવાદ શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈકર્મચારીઓને વારસાઈનો હક મળે એવી માગ સાથે ગુરુવારે સવારથી શહેરમાં ફરજ બજાવતા 17 હજાર સફાઈકર્મી હડતાળ પર ઊતરી ગયા છે. તેમની હડતાળનો આજે બીજો દિવસ છે. તેઓ તેમના કામકાજથી આજે અળગા રહ્યાં હતાં. બોડકદેવ ઝોનલ ઓફિસની બહાર સુત્રોચ્ચાર કરીને સફાઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે. ગુરુવારે પીઆઇ આર.એમ.સરોદેએ સફાઈકર્મીઓની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. જેને પગલે આક્રમક બનેલા સફાઈકર્મીઓએ હાય હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો.

    સફાઈ કર્મીઓએ ગુરુવારે બપોર બાદ ત્રણ કલાક કરતા વધુ સમય સુધી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સામેનો રોડ બ્લોક કરી દીધો હતો. DYMC ખરસાણ સામે ફરિયાદ નોંધવા ત્રણ વખત પોલીસ સાથે વાટાઘાટો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સફાઈકર્મીઓ પોલીસ ફરિયાદની માગ પર અડગ છે જ્યારે પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડી રહી છે. જેને પગલે સફાઈ કર્મીના આગેવાને કહ્યું હવે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને આવેદનપત્ર આપી રજુઆત કરશે. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર સાથે જ વાટાઘાટો કરીશું. હવે વધુ ગુણવંતભાઈ જેવા આત્મવિલોપન કરી શકે છે. DCP રવિન્દ્ર પટેલને આ બાબતે કહી દીધું છે. હવે અમારા આકરો નિર્ણય લેવો પડશે જો ફરિયાદ નહીં લે તો શારદાબેન હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, વી.એસ.હોસ્પિટલ, મેલેરિયા ખાતું અને AMTS સહિતના બધા જ ખાતા બંધ કરીશું.


    વારથી સફાઈકર્મીઓ બોડકદેવ ખાતે આવેલી ઉત્તરપશ્ચિમ ઝોનની ઓફિસે ભેગા થયા છે. કર્મીઓની ભીડ જામતા બોડકદેવ ઝોનલ ઓફિસના ગેટ પોલીસે બંધ કરાવી દીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી હોય કે સામાન્ય માણસ હોય કોઈને પણ અંદર જવાની પરમિશન આપવામા આવતી નથી. પોલીસે ઝોનલ ઓફિસના ગેટને બંધ કરાવી દેતાં કામકાજ અટકી પડ્યું છે. ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પણ ગેટ બંધ કરી દેવાતા નોકર મંડળની આકરા આંદોલનની ચીમકી આપવામાં આવી છે.


Download Our B K News Today App



Related News