ડીસામાં સેવાકીય સંસ્થા દ્વારા સર્વ મંગલમ વિધાલયમાં જરૂરિયાતમંદ બાળકોને કરવામાં આવેલ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-22 11:58:03
  • Views : 329
  • Modified Date : 2021-12-22 11:58:03



ડીસામાં સેવાકીય સંસ્થા દ્વારા  સર્વ મંગલમ વિધાલયમાં જરૂરિયાતમંદ બાળકોને કરવામાં આવેલ સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું.વર્તમાન દિવસોમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે સેવાભાવી સંસ્થાઓએ પણ સેવાનું જોર વધાર્યું છે.ડીસાની સેવાભાવી સંસ્થાના ડો. રીટાબેન પટેલની આગેવાનીમાં બહેનોએ રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડીસાની સર્વ મંગલમ સ્કૂલનાં જરૂરિયાતમંદ અંદાજે 87 બાળકોને સ્વેટર,મોજાં,ટોપીનું વિતરણ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.જેમાં ડો.રીટાબેન પટેલ તેમજ હિનલબેન અગ્રવાલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં પ્રમુખ કનુભાઈ આચાર્ય, ઉપપ્રમુખ  ભગવાનભાઈ બંધુ,મંત્રી ઈશ્ર્વરભાઈ રાવળ,ટ્રસ્ટીઓ જયંતિભાઈ ઓઢાવાળા,જયેશભાઈ દેસાઈ,વિપુલભાઈ દેસાઈ,શાળાના આચાર્ય વનીતાબેન તેમજ સૌ શિક્ષકોએ ખાસ હાજાર રહી વ્યવસ્થા ગોઠવી હતી.આ પ્રોજેક્ટની સફળતા માટે રોટરી ક્લબ ડીવાઈન ડીસાની બહેનો સર્વે બહેનો  વર્ષાબેન પટેલ,અરૂણાબેન શર્મા,ધર્મિષ્ઠાબેન પટેલ,વિણાબેન પંચાલ,કાન્તાબેન પટેલ,રાજલબેન,નયનાબેન ઠક્કર ,ચેતનાબેન પટેલ,કિંજલબેન ઠક્કર સહિત સૌએ હાજરી આપી સંપૂર્ણ સહકાર આપ્યો હતો.અહી ઉલ્લેખનીય છે કે આશાકિરણ શાળાના માધ્યમથી હાઈવે ઝુંપડપટ્ટીના બાળકોને વિનામૂલ્યે નિયમિત ભણાવવામાં પણ આવે છે.

Download Our B K News Today App



Related News