શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના એન.સી.સી. કેડેટ્‌સ સ્વયંસેવક તરીકે જોડાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-28 12:10:16
  • Views : 584
  • Modified Date : 2020-04-28 12:10:16

કોરોનાની મહામારી સામે રાત-દિવસ ફરજ બજાવતા
પોલીસ જવાનોને રાહત
આપવાના હેતુથી ડીજી એન.સી.સી. દ્વારા “એન.સી.સી. યોગદાન” નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ૨ ગુજરાત ઈન્ડેપ કોય, સેકટર ૧૫, ગાંધીનગર યુનિટ સથે સંકળાયેલ કોલેજ જેવી કે ગર્વમેન્ટ કોમર્સ કોલેજ, ગાંધીનગર અને શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, વાસનના ૧૭ જેટલા એન.સી.સી. કેડેટ્‌સ વોલન્ટરી જોડાયા છે. તા. ૧૩-૪-૨૦૨૦ થી ૧૯-૪-૨૦૨૦ સુધી ૨૧ સેકટર પોલીસ સ્ટેશનના હદના વિસ્તારો જેવા કે સેકટર ૩૦, ચરેડી, ક-૭,
ક-૬, ક-૫ વગેરે જેવા નાકા
પર એન.સી.સી. કેડેટ્‌સે એક હેલ્પીંગ હેંડ તરીકે પોલીસ જવાનો સાથે સેવા બજાવી નાગરિકોને ઘરની બહાર નીકળતા અટકાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ તા. ૨૧-૪-૨૦૨૦ થી ૨૧ સેકટર
પોલીસ સ્ટેશનના હદના વિસ્તારોમાં બાઈક પેટ્રોલિંગ અને વેન પેટ્રોલિંગની ફરજ બજદાવી રહ્યા છે. પેટ્રોલિંગની આ ડયુટીમાં એન.સી.સી. કેડેટ્‌સ રાહદારી નાગરિકોને માસ્ક પહેરવાનું મહત્વ અને હાથને સેનીટાઈઝ કરવાનું મહત્વ સમજાવે છે. ઇ બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળવાનું કહી રહ્યા છે. તા. ૧૩-૪-૨૦૨૦ થી ૨૫-૪-૨૦૨૦ સુધી ચાલનારા આ સેવા કાર્યમાં બાપુ
ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના એન.સી.સી. કેડેટ્‌સ વાઘેલા શુભમ, સિસોદિયા વિશ્વેન્દ્રસિંહ અને પરમાર મેહુલ, કોલેજ તરફથી ચાલતા ઓનલાઈન લેકચર તથા ઓનલાઈન મીડ
પરીક્ષા પણ આપી રહ્યા છે અને એન.સી.સી. ની ફરજ પણ બજાવી રહ્યા છે.
આ ઉપરાંત કોલેજના એન.સી.સી. ઈન્ચાર્જ લેફટનન્ટ (પ્રો.) રસિક તન્ના એન.સી.સી. ની ફરજ સાથે સાથે કેડેટ્‌સ અને
પોલીસ જવાનોને તા. ૧૩-૪ થી દરરોજ ઇમ્યુનિટી બુસ્ટરના ફોમમાં સ્પેશ્યલ ઉકાળો પિવડાવી રહ્યા છે. કોલેજના એન.સી.સી. કેડેટ્‌સ, એન.સી.સી. ઈન્ચાર્જ લેફટનન્ટ રસિક તન્નાની આ નિઃસ્વાર્થ સેવા કેમ્પસના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા,  સંસ્થાના ડાયરેકટર પ્રો. રવિકુમાર અને કોલેજના પ્રિન્સિપાલ
ડાp. કિંજલ અધવ+ર્યુ તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ બિરદાવી છે.

Download Our B K News Today App



Related News