સ્વયંમ સરકારનો સ્વીકારઃ ગુજરાતના 560 માછીમારો પાકિસ્તાનમાં કેદ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-01 17:50:22
  • Views : 445
  • Modified Date : 2023-03-01 17:50:22

પાકિસ્તાન દ્વારા  રાજ્યના માછીમારોને પકડવાનો મામલો ગૃહમાં ઉછળતા 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં હોવાનું સરકારે સ્વિકાર્યુ. વર્ષ 2021માં 193, વર્ષ 2022માં 81 મળીને કુલ 274  માછીમારોનું અપહરણ. આ બાબતે ગૃહમંત્રાલયને કરાઈ 21મી વખત રજૂઆત.

 

 

સાગર ખેડૂતો કિંમતી માછલીની શોધમાં IMBL  ઓળંગી પાકિસ્તાનની સરહદ પર જતા રહે છે. વર્તમાનમાં ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પાકિસ્તાન દ્વારા ગુજરાત રાજ્યના માછીમારોને પકડવાનો મુદ્દો ગાજયો છે. જેના જવાબમાં સરકારના સબંધિત વિભાગ દ્વારા જવાબ આપી જણાવવામા આવ્યું કે ગુજરાતના આશરે 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. આ મામલે સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. તેઓ વતન પરત ક્યારે ફરશે તે એક મૂંઝવતો પ્રશ્ન છે.

 

Download Our B K News Today App



Related News