સ્વર્ગ નગરી અંબાજી વહીવટી તંત્રના વાંકે બની નર્ક નગરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-13 11:22:35
  • Views : 515
  • Modified Date : 2019-05-13 11:22:35

ગુજરાત અને ભારત દેશની સ્વર્ગ નગરી અંબાજી દેશભરમાં જાણિતી છે. આ ધામમા જગતજનની માં અંબાના ભક્તો જયારે માતાજીના દર્શને આવે છે ત્યારે આ ધામમા ગંદકી અને સફાઈની દુર્દશા જોઈ તેમની આસ્થાને ભારે ઠેશ પહોંચે છે. અંબાજી ધામની વાત કરવામા આવે તો અહીં વર્ષોથી ગામનો વહીવટ  ગ્રામ પંચાયત કરે છે.  આ સાથે સફાઈની કામગીરી કરવાની બીજી જવાબદારી "ઓલ સર્વિસ ગ્લોબલ " ને વર્ષ  લાખો રૂપિયાના ખર્ચે આપવામા આવી છે પણ અંબાજી ધામની સત્યતા એ છે કે આ ધામમાં  સપૂર્ણ સફાઈ થતી નથી અને આ કારણે અંબાજીની ભોળી જનતા ને હેરાન થવાનો વારો આવે છે.
અંબાજી ગ્રામ પંચાયત અને ઓલ સર્વિસ ગ્લોબલ સફાઈના નામે જે નાટકો કરે છે તેનાથી અંબાજી ની જનતા પરેશાન થઇ ગઈ છે. આવનારા સમયમાં ધ્યાન નહી આપવામા આવે તો આ ધામમા ભારે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. આવનારા સમયમાં આ ધામની જનતા ઉગ્ર આંદોલન કરે તો નવાઈ નહીં, અંબાજીમાં પાણી, રસ્તા, સફાઈના પ્રાણ પ્રશ્નો ભુલાયા છે સભ્યો અને સરપંચના રાજકારણમાં અંબાજીની જનતા આખુ વર્ષ હેરાન થઇ રહી છે. આ ધામના રાજકારણની વાત કરવામા આવે તો અહીં ગાંધીનગર કરતા વધારે નેતાઓ છે અને મોટાભાગ ના નેતાઓનું ખોડિવડલી સર્કલથી આગળ કંઈ  ચાલતું નથી. આ કારણે આખા વર્ષના માત્ર ૭ દિવસ ભાદરવી મહામેળામાં જ વહીવટી તંત્ર સફાઈ અને અન્ય કામગીરી માં ધ્યાન આપે છે બાકી આખું વર્ષ અંબાજી ધામ " અંધેરી નગરી અને ગાંડુ  રાજા " જેવો ઘાટ અહીં અવારનવાર જોઈ શકાય છે.
અંબાજીમાં ૫૧ શક્તિપીઠ પૈકી આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે, ખુશ્બુ ગુજરાત કી અને સફાઈ અભિયાનના નામે આ ધામમાં જે કાર્યક્રમો અને રેલીઓ કાઢવામાં આવે છે તે માત્ર નાટકો હોય છે. આ ધામની સત્યતાની  સ્થળ  ઉપર જઈ તપાસ કરાય તો આ ધામમાં કોઈ વીઆઈપી આવવાનુ પસંદ કરે નહીં અને માઈ ભક્તો માત્ર માતાજીના દર્શન કરી પરત જવાની જલ્દી કરે છે. કારણકે આ ધામમાં જ્યાં સુધી કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી વહીવટી તંત્ર અને પંચાયતનો ભોગ અંબાજીની જનતા બનતી હતી બનતી રહેશે. આજે પણ અંબાજીના અમુક વિસ્તારોમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય પથરાયેલું છે અહીં  ના લોકો વર્ષોથી રજુઆત કરી કરીને થાકી ગયા પણ હજી સુધી આવી ગંદકીનો કાયમી ઉકેલ કે સફાઈ કરવામાં આવતી નથી. અંબાજી મંદિરના પાછળથી લઇ છેક ૮ નંબરના વિસ્તાર સુધી આવી ગંદકીઓ અને ગટરોના પાણી માર્ગો પર ઉભરાતા જોઈ શકાય છે. આ બાબતે ગુજરાત સરકાર,યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર અને અંબાજીના જાગૃત નાગરીકોની નિષ્ક્રિયતા જવાબદાર છે અને હજી આ ધામના જાગૃત  નાગરીકો આગળ નહી  આવે ત્યા સુધી આ ધામની નબળાઈ જોઈ બેઠેલા અધિકારીઓ પોતાની મન મરજી ચલાવી રહ્યા છે.
અંબાજીની સ્થાનિક સમસ્યાઓ વિષે ગુજરાત સરકાર અને અંબાજી ગ્રામ પંચાયત કેટલું બેજવાબદાર છે તેનો બોલતો પુરાવો આ તસ્વીરો કહી રહી છે. માં અંબાના ધામ પ્રત્યે ઓરમાયુ વર્તન કરનાર અધિકારીગણ અંબાજીની જનતા અને માતાજીની આસ્થા સાથે જે ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે તેમને આ બાબતે જવાબ આપવો પડશે.
બોક્ષ - અંબાજીની જાહેરાત કરનાર અમિતાભ બચ્ચન, અસલી હાલત જોવે તો બીજી વાર ખુશ્બુ ગુજરાતની જાહેરાત ના કરે ?
ગુજરાત સરકાર અને ટુરિઝમ વિભાગ તરફથી કરોડો રૂપિયા ખર્ચી બાલીવુડના મહાનાયકને અંબાજી બોલાવી ર્ખુશ્બુ ગુજરાત કી" ની જાહેરાત કરવામા આવી હતી અને  અંબાજી મંદિરની શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી અંબાજીની પ્રસિદ્ધિ આખા વિશ્વભરમાં કરવામાં આવી હતી. પણ આ જાહેરાતથી અંબાજી આવતી ભક્તોની સંખ્યામાં કોઈ વધારો થયો ન હતો અને તેનું વ્યાજબી કારણ આ ધામમાં કોઈ પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવી ન હતી.  અંબાજીના લોકો અંબાજીની સમસ્યાઓના ફોટાઓ વહીવટી અધિકારીઓને મોકલી સફાઈ માટે માંગ કરવી જોઈએ સાથે અમિતાભ બચ્ચનને પણ ટવીટર  પર અંબાજીના હાલની સમસ્યાઓની તસ્વીરો મોકલી સત્યતા બતાવવી જોઈએ તેવી માંગ પણ ઉભી થવા પામી છે.

Download Our B K News Today App



Related News