ડીસામાં યોજાયેલ સ્વામીનારાયણ પારાયણ દરમિયાન પ્રબુધ્ધ નાગરિકો દ્વારા મોમેન્ટો આપી શુભેચ્છા વ્યક્ત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:35:43
  • Views : 446
  • Modified Date : 2019-04-15 05:35:43


દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા બી.એ.પી.એસ સંસ્થા દ્વારા સ્પોર્ટસ કલબ ખાતે ભગવાન સ્વામીનારાયણ પારાયણનું સુંદર આયોજન કરાયું હતું.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર વિધ્ધાન સંતવર્ય પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીના સુમધુર કંઠે ડીસામાં તારીખ ૬-૪-૧૯થી ૧૦-૪-૧૯ સુધી ‘ભજ ગોવિન્દમ’ વિષય ઉપર સુંદર પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ડીસા સહિત આજુબાજુના ગામોમાંથી હજારો લોકોએ ભાગ લીધો. છેલ્લા દિવસે ભવ્ય ખીચડી ઉત્સવ પણ થયો હતો. સુંદર શૈલીમાં, લયબધ્ધ તથા સંગીતની સાથે સુંદર કથા કરવામાં માહેર કૃષ્ણપ્રિયને ડીસાની સેવાભાવી સંસ્થાઓએ પારાયણમાં સ્ટેજ ઉપર જઈને શુભેચ્છા વ્યક્ત કરી હતી.
આ શુભેચ્છામાં ડીસાના પ્રબુધ્ધ નાગરીકો પણ જાડાયા હતા. કલા સૃષ્ટિ ફાઉન્ડેશન ડીસા વતી રાષ્ટ્રિય પારિતોષિક ચિત્ર શિક્ષક ચંદુભાઈ એટીડીએ બેટી બચાવો અંતર્ગત “દીકરી દેવો ભવ” મોમેન્ટ બનાવી ગુરૂજીને ભેટ આપી હતી. લેખક પ્રવીણ નાઈ (રતનગઢ)એ અધિગુરૂ શંકરાચાર્ય જીવન આધારીત લેખ તથા ડીસામાં અગાઉ સ્વામીનારાયણ
ભગવાનની યોજાયેલી પારાપણના લેખોની ફાઈલ બનાવીને ભેટ આપી હતી. આ પ્રસંગે સર્વ ચંદુભાઈ એટીડી(રાષ્ટ્રિય પારિતોષિક ચિત્ર શિક્ષક) પ્રવિણભાઈ નાઈ (રતનગઢ) લેખક બળદેવભાઈ રાયકા (રાયકા કબ) જયેશભાઈ દેસાઈ (ભારત વિકાસ પરીષદ) દલપતભાઈ ભાટી, જયેશભાઈ મોદી, વિપુલભાઈ ભરતીયા, નાથાલાલ બ્રહ્મક્ષત્રિય (ચિત્રકાર) પારસભાઈ ત્રિવેદી, ખોડાભાઈ દેસાઈ (સામાજિક કાર્યકર) સુરેશભાઈ  વગેરે હાજર રહીને કૃષ્ણપ્રિય સ્વામીને મોમેન્ટો આપી ધન્યતા વ્યક્તકરી હતી આ સુંદર કાર્યકરવા બદલ બી.એ.પી.એસ. સત્સંગ ડીસા વતી સાધુ ઉતમપ્રિયદાસ તથા સાધુ નિત્યસેવાદાસ સ્વામીએ આભારની લાગણી વ્યક્ત કરી.

Download Our B K News Today App



Related News