કાંકરેજના વહેપારી મથક થરાના તાણા સરસ્વતી શિશુ મંદિર ખાતે સ્વામી નારાયણ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-08 10:18:52
  • Views : 231
  • Modified Date : 2021-12-08 10:18:52

 

 કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાના તાણા સરસ્વતી શિશુ મંદિર ખાતે બી.એ.પી.એસ. સત્સંગ મંડળ થરા દ્વારા સ્વામી નારાયણ સત્સંગ સભાનું ગઈ કાલે આયોજન કરવામાં આવ્યું હતું. ૧૮૬૫માં વસંત પંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો.ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા,તપસ્વિતા,નિષ્કલંક સાધુતા,સનાતન અઘ્યાત્મ પરંપરા ના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં.શાસ્ત્રી યજ્ઞપુરૂષ દાસે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બી.એ.પી. એસ.)ની સ્થાપના કરી.ભગવાન સ્વામિ નારાયણના સંદેશને જગતભરમાં ફેલાવવા માટે તેમણે નાત-જાતની રૂઢિઓથી પર થઈને પ્રાગજી ભગત જેવા નિમ્ન વર્ણના વ્યકિતત્વને ગુરૂ તરીકે સ્વીકાર્યાં. સતત ૮૬ વર્ષની ઉંમર સુધી ભકિતભાવપૂર્વક સનાતન ધર્મ અને ભગવાન સ્વામિ નારાયણના વૈદિક સંદેશને પ્રસરાવતા રહેલા આ મહાપુરૂષ નાં બે પ્રખ્યાત શિષ્યો યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિ નારાયણ સંપ્રદાયનાં જાણીતા સંતો છે.આ સભામાં એ.પી.એમ. સી.થરાના ચેરમેન અણદાભાઈ પટેલ, તેમજ તાણા,થરાના સર્વે ધર્મ પ્રેમી હરી ભકતો હાજર રહી પૂ.ઉત્તમપ્રિય દાસ સ્વામીના પ્રવચનનો લાભ લીધો હતો. આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છુટા પડ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજદીપસિંહ સેખાવતે કર્યું હતું


Download Our B K News Today App



Related News