ડીસા માં વકીલ ની બન્ધ ઓફિસ માંથી સવાલાખ રોકડ ની ચોરી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-12 12:22:50
  • Views : 272
  • Modified Date : 2022-07-12 12:22:50

ડીસા માં વકીલ ની બન્ધ ઓફિસ માંથી સવાલાખ રોકડ ની ચોરી થઈ

ડીસા શહેરમાં ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયામાં ડીસા શહેરમાં ચોર ટોળકી સક્રિય બની છે અને એક બાદ એક ચોરીની નાની મોટી ઘટનાને અંજામ આપી રહી છે ડીસા માં મધ્યમાં આવેલ શોપિંગ સેન્ટર માં આવેલી વકીલ ની બન્ધ ઓફિસ ને તસ્કરો એ નિશાન બનાવી હતી અને દરવાજો તોડી ઓફિસમાં પડેલા સવાલાખ ની રોકડ ની ચોરી કરી જતા આ મામલે વકીલે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

ડીસા માં જજીશ બગલા આગળ આવેલા ખુશ્બૂ શોપિંગ સેન્ટર ના ટોપ ફ્લોર ઉપર હીનાબેન ઠકકર અને ગંગારામભાઈ પોપટ ની વકીલાત માટે ની ઓફિસ આવેલી છે.જેઓ ઓફિસ બન્ધ કરી પોતાના ઘરે ગયેલા હતા.જે બાદ ઓફિસ માં કામ હોય ઓફિસ ઉપર આવ્યા હતા જોકે ત્યાં પ્રવેશતા જ ઓફિસ નો મુખ્ય દરવાજો  ખુલો હતો અને તાળું તૂટેલું જોઈ હીનાબેને વકીલ ગંગારામભાઈ અને કિશોરભાઈ ને ઓફિસે બોલાવેલ અને ઓફિસ માં તપાસ કરતા ઓફિસ ના ટેબલ ના  ડ્રોવર માં રાખેલા ૧,૨૫,૦૦૦ ની રોકડ ગાયબ હતી જેથી આ મામલે વકીલ હીનાબેન જમનલાલ ઠક્કરે ડીસા દક્ષિણ પોલીસ મથકે રૂપિયા ૧,૨૫,૦૦૦ ની ચોરી બાબતે અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News