ડીસાના વિદ્યાર્થીનું સેમસંગ કંપનીમાં સિલેક્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 11:44:37
  • Views : 8786
  • Modified Date : 2020-12-25 11:44:37

બનાસકાંઠા જિલ્લાના ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં ૧૨  સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીનું સેમસંગ કંપનીમાં સિલેક્શન થતાં પરિવાર અને આદર્શ  સ્કૂલના શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થી આંખે ઓછું દેખાય છે તો પણ સેમસંગ જેવી મોટી કંપનીમાં તેનું સિલેક્શન થતાં હાલ
પરિવારમાં ખુશી જાેવા મળી રહી છે.
વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે દરેક ક્ષેત્રે કંઈક ને કંઈક પ્રગતિ કરતા નજરે પડતા હોય છે ક્યાંક વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ કરે છે તો ક્યાંક રમતગમતમાં પણ રાજ્ય અને દેશનું નામ રોશન કરતા હોય છે ત્યારે ડીસાના ૧૨ સાયન્સના વિદ્યાર્થીએ પણ કંઈક આવું જ કરી બતાવ્યું છે. ડીસાના ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો ધવલ ઠક્કર નાનપણથી જ અભ્યાસમાં સારી પકડ ધરાવતો હતો. રાઘવ આમ તો પોતાની આંખે ઓછુ દેખાય છે. પરંતુ અભ્યાસ માટે હંમેશા આગળ જઈ રહ્યો છે. ધોરણ ૧૦ માં નું રીઝલ્ટ ૮૧ ટકા જેટલું આપ્યું હતું અને જે બાદ ૧૨ સાયન્સમાં તેને વિજ્ઞાન પ્રવાહમાં ૯૮ માર્ક મેળવી નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ યુનીવર્સીટીમાં ૪ વર્ષ અભ્યાસ કરી ઇન્ફોમેશન ટેકનોલોજી બી.ટેક ની ડીગ્રી મેળવી ત્યાર બાદ ગેટ ની
પરીક્ષા પાસ કરી ૯૭.૩૬ પ્રસેન્ટટ રેક મેળવી  મુંબઈ ખાતે  આઈ.આઈ.ટી. માં એડમિશન લીધું છે.જેમાં અભ્યાસ ચાલુ છે. પરંતુ  સેમસંગ કંપનીએ તેને ૨૪  લાખના પગારે નોકરી માટે ઓફર કરી છે આ નોકરી આવતા જ રાઘવ એક મોટી સીધી હાંસલ કરી છે.

Download Our B K News Today App



Related News