ડીસાના ધૂળિયા માર્ગ શ્વાસના દર્દીઓ માટે આફતરૂપ બન્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 11:36:17
  • Views : 747
  • Modified Date : 2020-11-07 11:36:17

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મુખ્ય માર્ગો ઉપર ભૂર્ગભ ગટરની કામગીરી ચાલી રહી છે. જેને લઈને ઠેર ઠેર માર્ગો ખોદી કાઢવામાં આવ્યા છે. ત્યારે હવે દિવાળી ટાંકણેજ ઉડતી જ ધૂળ શ્વાસના દર્દીઓ માટે આફતરૂપ બની ગઈ છે.
ભૂગર્ભ ગટરની યોજનાની કામગીરીનો ડીસા શહેરમાં ત્રીજાે તબક્કો ચાલી રહ્યો છે. ત્યારે ગાયત્રી મંદિરથી ફુવારા તરફ, જલારામ મંદિરથી બગીચા અને બગીચાથી ફુવારા સુધીના મુખ્ય માર્ગોને આ કામગીરી માટે કરીને ખોદી કાઢવામાં આવ્યા છે. છેલ્લા અનેક માસથી ચાલી રહેલી આ કામગીરીને કારણે રોડ ખોદીને તેની માટી બાજુમાં ઠલવાઈ હતી. પાઈપો નાંખીને ઉપર માટી પાથરી દીધા બાદ વાહન વ્યવહાર આ માર્ગો ઉપર ચાલી રહ્યો છે. જેના કારણે મોટા પ્રમાણમાં ધૂળ ઉડી રહી છે. સવારથી માંડી સાંજ સુધી ઉડતી ધૂળ શ્વાસના દર્દીઓ માટે એક આફત સમાન બની ગઈ છે. તેમાં આવા દર્દીઓ માટે શિયાળો આકરો પડતો હોય છે. તેમાંય ઉડતી ધૂળના રજકણો બમણી મુશ્કેલીઓ વધારે છે. ત્યારે પાલિકાએ ધૂળના ઉડે તે માટે સમયાંતરે પાણીનો હળવો છંટકાવ કરવાની જરૂર છે. જેથી મહદ અંશે નાગરિકોને છુટકાર મળી શકે.

Download Our B K News Today App



Related News