સુઈગામનું પાડણ ગામ એસટી બસની સુવિધાથી વંચિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 11:39:25
  • Views : 452
  • Modified Date : 2019-11-15 11:39:25

આંતરરાષ્ટ્રીય સરહદે આવેલ સુઈગામ તાલુકાના મુખ્ય મથકથી ૨૦ કિમીએ આવેલ પાડણ ગામમા એસટી બસની સુવિધા આઝાદીના આટલાં વર્ષો પછી પણ મળી નથી. તો વળી આ અંગે ગ્રામજનો અને સરપંચે અનેક વખત એસટી નિગમને લેખિત રજૂઆત કરી છે કે ગમમાં એસટી બસ ચાલુ કરવામાં આવે. ત્યારે એસટી બસના અભાવે શાળા કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને તાલુકા મથકે સુઈગામ કે વાવ સુધી આવવું હોય તો પ્રાઈવેટ સાધનોનો સહારો લેવો પડે છે.
સરહદી સુઈગામ તાલુકાનું પાડણ ગામ કે જ્યાં ૨૫૦૦ લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામપંચાયત દ્વારા  બસસ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર
દ્વારા સરહદી વિસ્તારનાં અંતરિયાળ ગામડામાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે અનેક પ્રકારનાં પ્રયોગો પાછળ લાખ્ખો રૂપિયાનો ધુમાડો થાય છે. ત્યારે ગુજરાત એસટી નિગમ અને પાલનપુર વિભાગીય નિયામક દ્વારા સરહદી પાડણ ગામને એસટી બસની સેવા ચાલુ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News