રોડથી વંચિત ડીસાની રત્નાકર સોસાયટીના રહીશોએ પાલિકા વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-18 11:43:13
  • Views : 544
  • Modified Date : 2020-07-18 11:43:13

ડીસાની રત્નાકર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવામાં ન આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકા સામે વિરોધ દર્શાવ્યો હતો. અને આ વિસ્તારને તાત્કાલિક ધોરણે રસ્તો બનાવી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ડીસાની રત્નાકર સોસાયટીમાં સૌથી પણ વધુ
પરિવાર વસવાટ કરે છે. આ વિસ્તારના લોકો દર વર્ષે નગરપાલિકાના તમામ વેરા ભરે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી રોડ નથી જોયો. આ વિસ્તારના લોકોએ રોડ બનાવવા માટે અનેકવાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યો નથી ત્યારે શુક્રવારે આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને અનેકવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તારના લોકોને રોડ મળ્યો નથી ત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતે ડીસા
નગરપાલિકા પ્રમુખ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ અને રોડ બનાવી આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને કાયમી રોડનું નિરાકરણ આવે તેમ છે.
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. અને ડીસા શહેરમાં છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ આ વિસ્તારમાં રોડ ના હોવાના કારણે અહીંયા વરસાદી પાણી ભરાવો થાય છે. જેના કારણે અહીં લોકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. આ વિસ્તારમાં મોટા ભાગે નાના બાળકો પણ બહાર રમતા હોય છે. ત્યારે આવા સમયે આ વિસ્તારમાં કોઈ મોટી બીમારી ફેલાય તે પહેલા ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં રોડ બનાવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News