સુરતમાંથી 14 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ ઘી ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-02 15:19:51
  • Views : 41
  • Modified Date : 2025-02-02 15:19:51

ડાયમંડ નગરી સુરતમાં છેલ્લા થોડા દિવસોથી નકલી ચીજ વસ્તુઓ મોટા પ્રમાણમાં ઝડપાઈ રહી છે. સુરત રૂરલમાંથી નકલી સાબુ, સફાઈ લિકવીડ સુધીની નકલી વસ્તુઓ પકડાઈ આવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા દરમિયાન 14 લાખથી વધુની કિંમતના ઘીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો.

સુરતના પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ખાતા નંબર 13, 14માં શિવ શક્તિ ફૂડ એન્ડ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી પલસાણા પોલીસે લેબલ વગરના અલગ અલગ પૂઠ્ઠાના બોક્સમાં રાખેલા ડબ્બાઓ તેમજ પતરાના ડબ્બાઓમાં ભરેલા ઘી જેવું શંકાસ્પદ પ્રવાહીના સેમ્પલ FSL ટીમને સાથે રાખી લીધા હતા. પલસાણા તાલુકાના જોળવા ખાતે 14.48 લાખનું શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો.

આ ઘીમાં મીલ્ક ફેટની જગ્યાએ કલર, વનસ્પતિનો ઉપયોગ થતો હોવાની શંકા છે. ઘી બજારમાં 375 રૂપિયે કિલોથી માંડીને અલગ અલગ કિંમતે વેચાતું હતું. જોકે રિપોર્ટને આધારે ભેળસેળનું પ્રમાણ નિર્ધારીત થશે. ઘીના સેમ્પલ વડોદરા લેબમાં મોકલાયા હતા. લેબમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News