સુષમાના નિવેદન પર પાકિસ્તાની સેનાએ કહ્યું- ભારત સ્વીકારી લે કે 2016માં સર્જિકલ સ્ટ્રાઈક નહોતી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 07:20:45
  • Views : 508
  • Modified Date : 2019-04-20 07:20:45

પાકિસ્તાની આર્મીએ કહ્યું કે, ભારતે એ સ્વીકારી લેવું જોઈએ કે 2016માં કોઈ સર્જિકલ સ્ટ્રાઈક થઈ ન હતી. સાથે એવું પણ કહ્યું કે, નવી દિલ્હીએ તે દાવો પણ પરત લઈ લેવો જોઈએ કે તેમને ફેબ્રુઆરીમાં એર સ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું. જો કે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ગુરુવારે અમદાવાદમાં કહ્યું હતું કે, બાલાકોટ હુમલામાં પાકિસ્તાનના નાગરિક કે સૈનિકને કોઈ નુકસાન થયું નથી.જનરલ આસિફ ગફુરે કહ્યું કે, આશા રાખું છું કે ભારત ખોટા દાવાઓ કરવાનું બંધ કરે કે તેમને 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ભારત તે વાતથી પણ ઈન્કાર કરી રહ્યો છે કે પાકિસ્તાને તેના 2 વિમાન તોડી પાડ્યા હતા. ભારતે પાકિસ્તાનના F-16 ફાઈટર જેટને તોડી પાડવાનો ખોટો દાવો કર્યો હતો.

Download Our B K News Today App



Related News