6 શખ્સોએ સગીરા પર ગેંગરેપ કર્યો, સહન ન થતા લેશન કરતી વખતે બુકની વચ્ચે સુસાઇડ નોટ લખતી'તી, માતા જોઇ ગઇ જોવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 17:17:20
  • Views : 526
  • Modified Date : 2019-09-27 17:19:05

અમરેલીની સગીરાને આપઘાત કરી લેવો હતો કારણ કે 6 નરાધમોએ વારંવાર તેનો દેહ પીંખ્યો હતો. અને એટલે જ તે આ પગલું ભરવા માંગતી હતી. ઘરમાં માતાની નજર સામે જ તે લેશન કરવા બેઠી હતી. પણ હકીકતમાં તે નોટબુકની વચ્ચે કાગળમાં સુસાઇડ નોટ લખી રહી હતી. કંઈક નવજૂની છે તે વાત માતાની નજર પારખી ગઈ. અને તેણે નોટબુક આંચકી કાગળ વાંચ્યો તો ચોંકી ગઈ. તેની પુત્રી આપઘાત કરવા જઈ રહી હતી. તેણે સુસાઇડ નોટ લખી હતી. જેમાં કોણે કોણે તેની સાથે શું કર્યું તેનું નામ સાથે વર્ણન હતું. સગીરાના સંતાનોના મા-બાપની આંખ ઉઘડનારો આ કિસ્સો અમરેલીમાં બન્યો છે. જે અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને આ મામલે પીડિતા અને આરોપીના પરિવાર વચ્ચે સમાધાન થાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે.

સુસાઇડ નોટમાં નરાધમોના નામ પણ લખ્યા
અમરેલીની એક સગીરા પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે આ સગીરા પર દૂષ્કર્મમાં 6 શખ્સો સામેલ હતા. આ સગીરાથી જ્યાં સુધી સહન થયું ત્યાં સુધી કર્યું પણ સહનશીલતાની હદ સમાપ્ત થઈ ત્યારે તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું. બે દિવસ પહેલા તેણે ઘરે લેશન કરવાના બહાને સુસાઇડ નોટ લખી હતી. પણ માતા જોઈ જતા તે આપઘાત કરી શકી ન હતી. બાદમાં મામલો પોલીસ સુધી લઈ જવાયો હતો. જો કે સગીરાની ગોળ-ગોળ વાતોથી પોલીસ પણ ચકરાવે ચડી હતી. સગીરાના વાલીએ હજુ સુધી કોઈ ફરિયાદ પણ આપી નહીં કરી હોવાનું કહેવાય છે. સગીરા જે યુવાનોના નામ આપી રહી છે તેમાંથી કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે પણ પોલીસ તપાસનો વિષય બન્યો છે. ત્યારે સગીરાનો પરિવાર ફરિયાદ કરે છે કે મામલો આપમેળે જ પતિ જાય છે તે આવનારો સમય કહેશે.

મૂળવાસર ગામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
દ્વારકાના મૂળવાસર ગામે વાડી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની સગીરાના ઘેર ધીણકી ગામે રહેતો રાજા આલાભાઇ વાઘેલા નામનો શખ્સ ધસી ગયો હતો અને સગીરાને તેણીના મકાનના રૂમમાં અને બાવળની ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં આ સિલસિલો એક વર્ષ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન સગીરાનું અપહરણ કરી રાજાએ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આથી સગીરા ગર્ભવતી બની હતી. આટલું ઓછું હોય તેમ રાજાએ દુષ્કર્મ ગુજારી સગીરાને સાત માસનો ગર્ભ રાખી કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી સગીરા ભયના માર્યા ચૂપ રહી હતી. પરંતુ સગીરાને બનાવ અંગે આખરે તા.25 સપ્ટે.ના ફરિયાદ નોંધાવતા દ્વારકા પોલીસે રાજા સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News