સુરેન્દ્રનગર : સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-25 16:53:59
  • Views : 63
  • Modified Date : 2024-06-25 16:53:59

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં વરસાદ વરસ્યો છે. સુરેન્દ્નનગરમાં સામાન્ય વરસાદમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. હોસ્પિટલના ICU વોર્ડ, ઓક્સિજન વિભાગ અને જનરલ વિભાગ બહાર પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને પણ હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.સામાન્ય વરસાદમાં જ હોસ્પિટલમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.બીજી તરફ ગાંધીનગરમાં પહેલા વરસાદે જ પ્રિ -મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. મેઘરાજાની એન્ટ્રી સાથે જ ચારે તરફ પાણી ફરી વળ્યા છે. ગાંધીનગર મનપાની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ગાંધીનગરમાં પ્રથમ વરસાદે જ સેક્ટર – 5 તેમજ નિચાણવાળી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

Download Our B K News Today App



Related News