સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રામાં 600 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલી બાળકીને બચાવી લેવાઈ, ચાર કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ આર્મીને મળી સફળતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-29 14:15:47
  • Views : 215
  • Modified Date : 2022-07-29 14:15:47

 

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં 600 ફૂટ ઊંડા બોરમાં ફસાયેલી બાળકીને બચાવી લેવાઈ, ચાર કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ આર્મીને મળી સફળતા

 

ધાંગધ્રાના ગાજરણાવાવ ગામે બોરમાં પડેલી બાળકીને ભારે જહેમત બાદ બચાવી લેવાઇ છે.  અનિરુદ્ધભાઇ નામના ખેડૂતની વાડીમાં આવેલા બોરમાં બાળકી પડી ગઇ હતી. 600 ફૂટ ઊંડા બોરમાં બાળકી 60 ફૂટે ફસાઇ હતી.  બાળકીને બચાવવા સતત ઑક્સિજન આપવામાં આવી રહ્યો હતો. ગ્રામજનો તથા આગેવાનો સહિત આર્મી અને પોલીસનો કાફલો બાળકીને બચાવવા માટે જોતરાયો હતો. જો કે આખરે ભારે જહેમત બાદ બાળકીને હેમખેમ બોરમાંથી બહાર કાઢવામાં આવી.  હાલ બાળકી સુરક્ષિત છે તેને હાથે-પગે સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

 

યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી બાળકીને બચાવી 
 
મહત્વનું છે કે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ગાજણવાવ ગામે આદિવાસી ખેતમજૂરની દિકરી ખેતરમાં રમી રહી હતી. 12 વર્ષની કિશોરી મતા રમતા ક્યારે બોરમાં પડી ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. બાળકી ન મળતા પરિવારે શોધખોળ હાથ ધરી. બાળકી બોરમાં ફસાઇ હોવાનું સામે આવતા પરિવારજનોના જીવ અધ્ધર થઇ ગયા હતા.  કિશોરીને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી. ઘટનાની જાણ થતા પ્રાંત અધિકારી, પોલીસ. મામલતદાર, તથા આરોગ્યની ટીમ અને આર્મી સહિચ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીને બચાવવા માટે બોરની અંદર સતત ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો હતો. 

500 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યુ હતું બાળક

તો અગાઉ જૂન મહિનામાં જ સુરેન્દ્રનગરમાં બાળક બોરવેલમાં ફસાયુ હોવાની ઘટના બની હતી. ધાંગધ્રાના દુદાપુર ગામે અઢીવર્ષનું બાળક 500 ફૂટના બોરવેલમાં પડી ગયુ હતું. વાડીમાં રમતા સમયે બાળક બોરવેલમાં પડી ગયુ જેની પરિવારને જાણ જ રહી. જો કે 40 મિનિટના રેસક્યુ બાદ અઢી વર્ષના બાળકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યુ હતું. ધ્રાંગધ્રામાં આર્મીની ટીમે ભારે જહેમત ઉઠાવીને બાળકને સહીસલામત બહાર કઢાતા પરિવારના જીવમાં જીવ આવ્યો હતો..

 

 

 

Download Our B K News Today App



Related News