સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસે દારૂ ભરેલી ટ્રક ઝડપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 12:10:45
  • Views : 466
  • Modified Date : 2019-06-16 12:10:45

સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસના પો. સબ. ઈન્સ. વી.આર.જાડજા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ પ્રવિણભાઈ પાઠક ધાંગ્રધા તાલુકાના હરીપર ગામ પાસે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન ત્યાંથી પસાર થતી રાજેશકુમાર પૃથ્વીસિંહ પોલુરામના કબજા ભોગવટાવાળી ટ્રક નં. આર.જે. ૧૪. જીલી-૮૫૮૨ માં તપાસ હાથ ધરવામાં આવતા તેમાં ભરવામાં આવેલા તરબુચના બોરાઓ નીચેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી બોટલ નંગ ૬૯૧૬ કે જેની કુલ કિં રૂ.૨૫૦૦, ટ્રકની કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૩૭,૬૮,૯૦૦નો મુદામાલ સાથે રાજેશકુમાર પૃથ્વીસિંહ પોલુરામ જાટ (રહે. ગુલીયાણા, જિ.કેથલ, હરિયાણા) તથા અન્ય એક ઈસમની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

 

Download Our B K News Today App



Related News