સુરત : પોલીસ કસ્ટડીમાં યુવાનનુંમોત,છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ યુવાન ઢળી પડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 12:19:27
  • Views : 89
  • Modified Date : 2024-03-18 12:19:27

સુરત: વેસુમાં સાગર નેવટિયા નામના યુવકના રહસ્યમયી મોતનો મામલો સામે આવ્યો છે.પોલીસે કસ્ટોડિયલ મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરીમોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે સાથે મામલતદારની હાજરીમાં ઇન્કવેસ્ટ પોસ્ટમોર્ટમ કરાયું છે.યુવકે યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ લાગ્યો હતો. આગમ વર્લ્ડ કોમ્પલેક્સમાં યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ હતો. સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. છેડતી બાદ ટોળાએ યુવકને માર માર્યો હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. ઘટના બાદ પોલીસ કસ્ટડીમાં અચાનક યુવક ઢળી પડ્યો હતો. છાતીમાં દુખાવો થયો હોવાનું કહ્યા બાદ યુવકનું મોત નીપજ્યું હતું.

Download Our B K News Today App



Related News