અમદાવાદ-કેવડિયા વચ્ચે પહેલીવાર શિડ્યૂલ પ્રમાણે સી-પ્લેને ચાર ફેરા માર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 14:09:42
  • Views : 739
  • Modified Date : 2020-11-04 14:09:42

          સુમુલ ડેરીના સંચાલકો દ્વારા અમુલ ગોલ્ડ દૂધના એક લિટરે ધ 2 રૂપિયાનો ભાવ વધારો લઇ સુરતના ગ્રાહકો સાથે છેતરપિંડી કરાતી હોવાના આક્ષેપ સાથે યૂથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે જ આવેદનપત્ર આપીને દૂધના ભાવમાં પારદર્શિતા લાવવા માંગ કરવામાં આવી છે. યૂથ કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારતા કહેવામાં આવ્યું છે કે, વહેલી તકે દૂધના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.યુથ કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં જાણાવ્યું હતું કે, અમુલ ડેરી દ્વારા અમુલ ગોલ્ડ દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે. જેનો પ્રતિ લિટર દૂધ ભાવ 56 રૂપિયા પ્રમાણે છે. જયારે એ જ દૂધ સુમુલ ડેરી દ્વારા બનાવીને વેચવામાં આવે છે ત્યારે પ્રતિ લિટર 58 રૂપિયા ભાવે વેચાણ કરે છે. જે ખરેખર ખૂબ જ ખોટું અને નિંદનીય કૃત્ય છે. અમુલ ડેરી દ્વારા બનાવવામાં આવતી અમુલ ગોલ્ડ દૂધની પ્રોડક્ટનો ભાવ 56 હોય અને સુમુલ ડેરી દ્વારા એ જ અમુલ ગોલ્ડ દૂધ 58 રૂપિયા વેચીને ખોટી રીતે બે રૂપિયાનો વધારો લેવામાં આવે છે.સુમુલ ડેરી દ્વારા ગ્રાહકોને છેતરીને દરરોજનો 13 લાખ અને વર્ષે 47.45 કરોડનો વાર્ષિક નફો રળવામાં આવી રહ્યો છે. પરંતુ એની સામે સુમુલ ડેરીની અંદર દૂધ ભરતા સભાસદોને એક પણ રૂપિયાનો નફો આપવામાં આવતો નથી.જો આ મામલે કડક પગલા ભરવામાં ન આવે તો આગામી દિવસોમાં યૂથ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી અને સુમુલના વહીવટી ભવન સામે ઉગ્ર દેખાવ કરી ધરણા પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News