સુરતની મહિલાએ શાકભાજીમાંથી વાઘની પ્રતિકૃતિ જેવી થ્રી-ડી રંગોળી બનાવીને વાઘ બારસની ઉજવણી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-12 15:15:44
  • Views : 457
  • Modified Date : 2020-11-12 15:15:44

         દિવાળીના સપરમા દિવસોની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજે વાઘ બારસ છે. વાઘ બારસને વિવિધ ૩ નામોથી ઓળખવામાં આવે છે. જેમકે વાક બારસ, વાઘ બારસ, અથવા વસુ બારસ. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે. ત્યારે શહેરની એક મહિલા રંગોળી આર્ટીસ્ટે વાઘ બારસની અનોખી રીતે ઉજવણી કરી છે. હેમંતી જરદોષ નામની મહિલાએ પોતાની કલાનો ઉપયોગ કરીને થ્રી ડી રંગોળી બનાવી છે. લીલા શાકભાજીમાંથી રંગોળી તૈયારી કરી છે. પ્રકૃતિ તરફ પાછા વળવાનો સંદેશ આપતી અને સેવ ટાઈગરના સ્લોગનને પણ સાકારિત કરતી આ રંગોળી તૈયાર કરનાર હેમંતી જરદોષે કહ્યું કે, તાજા લીલા શાકભાજી મૂળા, ગાજર અને લવિંગના ઉપયોગથી અંદાજે ત્રણ કલાકમાં આ રંગોળી તૈયાર કરવામાં આવી છે.રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોષે જણાવ્યું કે, હું દરવર્ષે અલગ અલગ કોન્સેપ્ટ સાથે રંગોળી બનાવું છે. અગાઉ પાણીની અંદર અને પાણીમાં તરતી રંગોળી પણ બનાવી ચૂકી છું. આ વર્ષે કંઈક નવું કરવાના વિચાર સાથે લીલા શાકભાજીમાંથી રંગોળી તૈયાર કરી છે. કોરોના કાળમાં લીલા શાકભાજી ખાઈને ઈમ્યુનિટી પણ વધારવાનું મહત્વ હોવાથી શાકભાજીમાંથી રંગોળી બનાવી છે.વેજીટેબલ(શાકભાજી)ની રંગોળી બનાવવાની રીત કહેતા હેમંતી જરદોષે કહ્યું કે, તાજા મૂળા, ગાજર અને લવિંગ લેવાના હોય છે. પછી તેને ઉભા લાંબા પટ્ટામાં કાપી નાખવાનું હોય છે. આ રીતે કાપ્યા બાદ તેને એક ડિશ પર ગોઠવી દેવાના હોય છે. જેમાં વાધની આંખો, કપાળ અને હોઠ તથા દાઢીને લવિંગથી કાળો રંગ આપવાનો હોય છે. કેશવાળી અને આંખોની બાજુમાં તમે સફેદ મૂળાના પીસ ગોઠવી શકો છો અને અન્ય જગ્યા લાલ ગાજરના કટકા મૂકવાથી રંગોળી તૈયાર થાય છે.લીલા શાકભાજીને કાપીને તેને યોગ્ય રીતે ગોઠવતા ત્રણ કલાકના અંતે રંગોળી તૈયાર થતી હોવાનું કહેતા હેમંતી જરદોષે ઉમેર્યું કે આ રંગોળી શાકભાજીની હોવાથી લાંબો સમય સુધી સારી નથી રહેતી. શાકભાજી સૂકાઈ જાય એટલે રંગોળીની આકર્ષકતા ઓછી થઈ જાય છે. પરંતુ તેના પર પ્લાસ્ટિકનું કવર ચડાવવામાં આવે કે ફ્રિજમાં રાખવામાં આવે તો એકાદ દિવસ સારી રહી શકે છે.વેજીટેબલ રંગોળી થકી જરદોષ પરિવારે કહ્યું કે, રંગોળી તો આકર્ષક અને બધાથી અલગ લાગે જ છે. પરંતુ રંગોળીની સાથે લીલા શાકભાજી તંદુરસ્તી માટે કેટલા મહત્વના છે તેમજ શાકાહારનું મહત્વ અને દેશમાં જે રીતે વાઘને બચાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેનો મેસેજ પણ આ રંગોળી દ્વારા ઉજાગર થાય છે.

Download Our B K News Today App



Related News