સુરતના ઉમિયાધામમાં હજારો દીવડાની મહાઆરતી સંપન્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-07 13:00:07
  • Views : 410
  • Modified Date : 2019-10-07 13:00:07

સુરતના વરાછા સ્થિત ઉમિયાધામમાં આઠમની મહાઆરતીનાં દર્શન કરવા એ અનેરો લહાવો હોય છે. સુરત શહેરમાં માત્ર કડવા પાટીદાર સમાજના જ નહીં, પરંતુ દરેક સમાજના અસંખ્ય લોકો આ દિવસે ઉમિયાધામ પરિસરમાં ઊમટી પડતા હોય છે. આઠમના દિવસે સાડા નવ વાગ્યાના સમયે બરાબર આરતીની શરૂઆત થઈ. માથા પર ગરબા લઈને લગભગ ૮૦ જેટલી બહેનો અને તેમની આગળ ૧૪૦ જેટલા મશાલધારી યુવકો સમગ્ર ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમતા હતાં અને મંચ પરથી જ્યોત સે જ્યોત જલાતે ચલો... ગીતની શરૂઆત થઈ.સતત ૨૦ મિનિટ સુધી મહાઆરતી ચાલુ રહી. આ માત્ર પાંચ જ મિનિટમાં મંદિર પરિસરમાં બેઠેલા તમામ ભાવિક ભક્તો તેમની પાસેના દીવડાઓ જગાવી લે છે અને પછી શરૂઆત થઈ મહાઆરતીની. મા આદ્યશક્તિની આરતી શરૂ થાય ત્યારે ઉમિયાધામના વિશાળ પરિસરમાં હજારો લોકોના દીવડાઓ એકસાથે ઝગમગ ઝગમગ થતાં હોય ત્યારે એવું લાગે કે તારાઓથી ઝગમગતું આભ જાણે ઉમિયાધામમાં આવી ગયું! સતત ૨૦ મિનિટ સુધી મહાઆરતી ચાલુ રહી અસંખ્ય લોકોએ હાથમાં દીવડાઓ લઈ અને મા ઉમિયાની આરતીના દૃશ્યના સાક્ષી બનવા માટે અસંખ્ય ભક્તો સ્વયંભૂ ઊમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News