જીવવું અઘરું છે લખી સુરતમાં મેરેજ એનિવર્સરીએ જ મહિલા PSIનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત, પતિ અને પત્ની વચ્ચે મોબાઇલ પર થયો હતો ઝઘડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-05 15:17:18
  • Views : 677
  • Modified Date : 2020-12-05 15:17:18

    સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઇએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. સુસાઈડ નોટ લખીને મહિલા પીએસઆઈ અનિતા જોશીએ આપઘાત કરી લીધો છે. જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી એવું લખેલી સુસાઈડ નોટ મળી આવી છે. મહિલા પીએસઆઇએ મેરેજ એનિવર્સરીના દિવસે જ પતિ સાથે મોબાઈલ પર ઝઘડો થયા બાદ આપઘાત કરી લીધો છે.


હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે.ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઇ અનિતા જોશી ઈન્વેસ્ટિગેશન ચાર્જ પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ ફાલસાવાડી ખાતે રહેતાં હતાં. પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે.


અનિતા જોશીના આપઘાતને પગલે સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.મહિલા પીએસઆઇએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેવાના કેસમાં આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. હાલ મૃતકના ઘરને પોલીસકાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે.



Download Our B K News Today App



Related News