સુરત : વિદેશમાં રહી મફત પગાર લેતા બે શિક્ષકનો કરાયા સસ્પેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-21 19:05:52
  • Views : 255
  • Modified Date : 2024-08-21 19:05:52

સુરતમાં વિદેશમાં રહી મફત પગાર લેતા બે શિક્ષક સામે કાર્યવાહી કરી છે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર તવાઈ બોલાવી છે. નગરપ્રાથમિક શાળા ક્રમાંક 121 અને 190ના બે શિક્ષકો બરતરફ કરાયા છે. શિક્ષકોને શિક્ષણ સમિતિએ 10થી વધુ વખત નોટિસ આપી હતી. શિક્ષકો દ્વારા કોઈ જવાબ ન આપતા કાર્યવાહી કરાઈ છે.બીજી તરફ સુરેન્દ્રનગરની સરકારી શાળાના 35થી વધુ શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે. સરકારી શાળાના 35 શિક્ષકો સતત ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.ચોટીલા, સાયલા, ચુડા, ધ્રાંગધ્રા, લીંબડી, પાટડી, લખતર, વઢવાણ, મૂળીની શાળાઓમાં શિક્ષક ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે. શિક્ષકો રજા લઈ વિદેશ તેમજ પોતાના વતન જતા રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Download Our B K News Today App



Related News