સુરત: વેસુમાં છેડતીના આરોપમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં પોલીસે ધરપકડનો દોર ચલાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-19 11:42:32
  • Views : 294
  • Modified Date : 2024-03-19 11:42:32

સુરત: વેસુમાં છેડતીના આરોપમાં કાપડના વેપારીની હત્યાના કેસમાં પોલીસે ધરપકડનો દોર ચલાવ્યો છે, આ મામલે પોલીસે 9 લોકોની ધરપકડ કરી લીધી છે જયારે હજુ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે.વેપારીના પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ બાદ તપાસ તેજ કરાઈ હતી. પોલીસે ટોળા સામે હત્યાનો ગુનો નોંધી 9 લોકોની ધરપકડ કરી છે. ટોળાએ હુમલો કરતા ૪૦ વર્ષીય યુવકનું મોત થયું હતું. માર મારવાથી ઈજાઓના કારણે તેનું મોત થયાનું પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું છે. મોલમાં અશ્લીલ હરકત કરવાના આક્ષેપ સાથે લોકોએ વેપારીને માર માર્યો હતો. ઈજાઓના કારણે તબિયત લથડતા પોલીસ મથકમાં જ વેપારીનું મોત થયું હતું. પોલીસે માર મારનાર લોકોની ધરપકડ શરુ કરાઈ છે.

Download Our B K News Today App



Related News