સુરત: ઓલપાડના હેમિલ મંગુકિયાનો મૃતદેહ રશિયાથી લવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-18 11:59:26
  • Views : 406
  • Modified Date : 2024-03-18 11:59:26

રશિયા -યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં મોતના 25 દિવસ બાદ મૃતદેહ વતનમાં લવાયો છે. રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હેમિલનું હુમલામાં મોત નીપજ્યું હતું.હેમિલના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યુવાનની અંતિમયાત્રામાં ગમગીનીનો માહોલ નજરે પડ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં હેમિલનું મોત નીપજ્યું હતું.મૃતકના પરિવારે આક્ષેપ કર્યો હતો કે બાબા બ્લોગ થકીની એક જાહેરાતના માધ્યમથી હેમિલે રશિયામાં નોકરી માટે અરજી કરી હતી. આ યુવાનને ચેન્નઈથી મોસ્કો લઈ જવાયો હતો. નોકરીના નામ પર તેની રશિયન આર્મીમાં ભરતી કરી દેવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News