સુરત : સુરત ડાયમંડ બુર્સ કન્ટ્રક્શનના પેમેન્ટનો મામલો સતત વિવાદના વમળોમાં અટવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-13 12:27:52
  • Views : 68
  • Modified Date : 2024-03-13 12:27:52

સુરત : સુરત ડાયમંડ બુર્સ કન્ટ્રક્શનના પેમેન્ટનો મામલો સતત વિવાદના વમળોમાં અટવાયેલો રહે છે. મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે અને ડાયમંડ બુર્સને એક સપ્તાહમાં 125 કરોડની બેન્ક ગેરંટી જમા કરાવવા કોર્ટનો આદેશ પણ થયો છે ત્યારે આ આદેશને પડકારવા ડાયમંડ બુર્શ કમિટી તૈયારીઓ કરી રહ્યું છે.સુરત કોર્ટના નિર્ણયને કમિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવશે. બુર્સનું બાંધકામ કરનાર પીએસપી કંપની દ્વારા સુરતની કોમર્શિયલ કોર્ટમાં દાવો કરાયો હતો. ડાયમંડ બુર્સ કમિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. ગુજરાત હાઇકોર્ટમાં પડકાર કરી આગળ કાર્યવાહી કરશે તેમ કમિટી જણાવી રહી છે.બેક ગેરંટી માટે બેકો સાથે ચર્ચા ચાલુ છે. બેન્ક ગેરન્ટી અપાય ત્યાં સુધી મિલકત ભાડે આપવા કે થર્ડ પાર્ટી રાઈટ્સ ઊભા કરવા પણ મનાઈ છે. થોડા સમય પહેલા પણ મામલો સામે આવ્યો હતો.અગાઉ પણ ડાયમંડ બુર્શ કમિટી દ્વારા હાઇકોર્ટમાં પડકાર કર્યો હતો.

Download Our B K News Today App



Related News