સુરતમાં કોરોનામાં ખડે પગે સેવા આપનાર મહિલા પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું​​​​​​​

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 17:14:07
  • Views : 546
  • Modified Date : 2020-11-10 17:14:07

            કોરોનાની મહામારી દરમિયાન ખડે પગે ફરજ બજાવનાર મહિલા પોલીસ કર્મચારીઓનું સુરત ખાતે ટેકસ્ટાઈલ વર્કિંગ ગ્રુપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રૂપિયા પાંચ હજારના ગિફ્ટ વાઉચર એનાયત સન્માન કરવામાં આવ્યાં હતા. સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી કુલ 960 મહિલા પોલીસ કર્મચારીઓને 10 લાખ 33 હજારના ગિફ્ટ વાઉચર સુરત પોલીસને અર્પણ કરાયા હતા.ઉમરા પોલીસ મથકના સભાખંડમાં ટેકસ્ટાઈલ વર્કિંગ ગ્રુપ અને સુરત સલૂન ઓર્નર દ્વારા સુરત પોલીસ ખાતામાં ફરજ બજાવતી 960 મહિલા પોલીસ કર્મચારીઓ સહિત અધિકારીઓને સન્માન કરવા માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અજય તોમર,સાંસદ દર્શના જરદોષ અને સુરત ટેકસ્ટાઈલ વર્કિંગ ગ્રુપ સહિત સલૂન ઓર્નરની મહિલા સભ્યો હાજર રહી હતી.કોરોના કાળમાં પણ પોલીસ ખાતાની મહિલા પોલીસકર્મીઓ સહિત અધિકારીઓ ખડેપગે ફરજ બજાવી સશક્ત મહિલા નારીનો પરચો બતાવ્યો હતો. કોરોનાના કપરા સમયમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનાર મહિલા પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉમરા પોલીસ મથકના સભાખંડમાં 50 જેટલી મહિલા પોલીસ કર્મીઓ અને આપીએસ અધિકારીઓને ગિફ્ટ વાઉચર આપી સન્માન કરાયા હતા.પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, કોરોનાના કઠિન સમયમાં મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ સમાજ માટે ખૂબ જ સુંદર કાર્ય કર્યું હતું. મહિલાઓ કેટલી સશક્ત હોય છે તે હંમેશા જોવા મળ્યું છે. માત્ર આવી મહિલાઓને સાથ સહકાર અને હૂંફની જરૂર હોય છે. આવનારા સમયમાં પોલીસ વિભાગમાં પણ મહિલાઓની સંખ્યા વધવાની છે. સમાજમાં મહિલાઓની જનસંખ્યા 50 ટકા છે. જેથી મહિલાઓની કેટલીક સમસ્યાઓ પણ રહેલી હોય છે. પોલીસ વિભાગમાં પણ જે મહિલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે સમાજની મહિલાઓની આવી સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન કરશે.

Download Our B K News Today App



Related News