સુરત : બારડોલીમાં રખડતાં શ્વાનનો આતંક, 13 લોકોને બચકાં ભર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-05 15:16:00
  • Views : 105
  • Modified Date : 2023-11-05 15:16:00

સુરત :જિલ્લાના બારડોલીમાં રખડતા પશુઓએ સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. અહીં રખડતા શ્વાનનો આતંક ખબ વધી ગયો છે. બારડોલીના ધુલિયા ચોકડી નજીક કેટલાક રખડતા શ્વાન 13 લોકોને બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. સદનશીબે આ ઘટનાઓમાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી નથી.અમદાવાદમાં વાઘબકરી ચાહ ના મલિક પ્રાગ દેસાઈનું રખડતાં શ્વાનના મૃત્યુ નિપજતાં ઉહાપોહ મચ્યો હતો. આ બાદ તંત્રની થોડા સમય માટે રખડતા પશુઓ અંગે કાર્યવાહી પણ નજરે પડી હતી પણ સમય સાથે આક્રમકતા નબળી પડી છે.સુરત જિલ્લાના બારડોલીમાં ઘણા સમયથી રખડતા પશુઓના ત્રાસની વિગતો સામે આવી રહી છે. આ અગાઉ રખડતા પશુના કારણે એક મહિલાનું મોત પણ નીપજ્યું હતું. બારડોલી નગરમાં હવે રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. બારડોલી નગરના વિવિધ માર્ગો પર અડિંગો જમાવનાર આ પશુઓ વાહન ચાલકોને તેમજ રાહદારીઓ માટે સમસ્યા બન્યા છે.

Download Our B K News Today App



Related News