નવી શિક્ષણનીતિની સમજણ માટે બે મિનિટની એનિમેશન ફિલ્મ બનાવી, 'PM મોદી' સમજણ આપે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 10:58:33
  • Views : 290
  • Modified Date : 2020-10-01 10:58:33

     શહેરની શાળાના શિક્ષકે નવી શિક્ષણનીતિની સમજણ માટે બે મિનિટની એનિમેશન ફિલ્મ બનાવી છે. વાલી, વિદ્યાર્થી, શિક્ષકો, સામાન્ય નાગરિકો નવી શિક્ષણનીતિની સામાન્ય જાણકારી મેળવી શકે એ હેતુથી સુરતના શિક્ષકે નવતર પ્રયાસ કર્યો છે. જેમાં પીએમ મોદી વિદ્યાર્થીઓને નવી શિક્ષણનીતિની સમજણ આપતા હોવાની ઝલક દેખાઇ રહી છે.નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકનો નવતર પ્રયોગ

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020 અંતર્ગત કોમ્યુનિકેશન મટિરિયલ તૈયાર કરવાની સ્પર્ધા યોજી શાળાના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે. જેમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક-114ના મુખ્ય શિક્ષક નરેશકુમાર મહેતાએ કાર્ટુન એનિમેશન દ્વારા સામાન્ય સમજ આપતી બે મિનિટની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં વર્ગખંડમાં શિક્ષક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓને શિક્ષણનીતિની સમજ આપતા દેખાડવામાં આવ્યા છે.

બે મિનિટની એનિમેશન ફિલ્મમાં પાયાની માહિતી રજૂ કરવામાં આવી
નરેશકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2020-21થી નવી શિક્ષણનીતિ અમલમાં આવશે. ત્યારે વાલી અને સમાજના સામાન્ય લોકો પણ નવી શિક્ષણનીતિ સરળતાથી સમજી શકે એ રીતે આ ફિલ્મ બનાવવામાં આવી છે. એટલું જ નહીં પણ 6 વર્ષની ઉંમરે ધો-1માં પ્રવેશ, ધો-10 બોર્ડની બાદબાકી જેવા અનેક પ્રશ્નો, મૂંઝવણોને કેન્દ્રમાં રાખીને એનિમેશન ફિલ્મ બનાવવામાં આવી છે. બે મિનિટની એનિમેશન ફિલ્મમાં પાયાની માહિતી રજૂ કરવામાં આવી છે.

શિક્ષણ ક્ષેત્રમાં બદલાવની ભાવના સાથે નવી શિક્ષણનીતિ-2020ની જાહેરાત
દેશભરમાં શિક્ષણ ક્ષેત્રમાં બદલાવની ભાવના સાથે નવી શિક્ષણનીતિ-2020ની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણનીતિમાં પાયાના શિક્ષણથી માંડીને ઉચ્ચ અભ્યાસક્રમો સુધીના વિવિધ પાસાઓને આવરી લઇને નવીનતમ જોગવાઇ થઇ છે.

Download Our B K News Today App



Related News