યુવાનનાં પેટમાંથી સર્જરી કરીને કઢાયો 9 સેમી લાંબો સ્ટીલનો ગ્લાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 17:20:23
  • Views : 631
  • Modified Date : 2020-02-10 17:20:23

સુરત શહેરમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં દેલાડનાં યુવકને શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લાવામાં આવ્યો હતો. તબીબે તેની તપાસ કરતા આ યુવકનાં પેટમાં એક સ્ટીલનો ગ્લાસ હતો આ જાણીને તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા.  આખરે ઓપરેશન કરી આ ગ્લાસ ને બહાર કાઢવામાં આવ્યો છે.
સુરત જિલ્લાનાં દેલાડ ગામનો 29 વર્ષીય યુવાન ભીમ જગન્નાથ શાહ જે મૂળ બિહારનો વતની છે તે કાપડનાં કારખાનામાં કામ કરે છે અને ત્યાં જ રહે  છે. ગત તારીખ 31મીએ મોડી રાત્રે પેટમાં અચાનક દુખાવો થતા તેનો ભાઈ અને મિત્રો હોસ્પિટલમાં તપાસ માટે લઇ ગયા હતા. તબીબે સિટીસ્કેન કરાવતા રિપોર્ટમાં પેટમાં સ્ટીલનો ગ્લાસ હોવાનું દેખાયું હતું. આ જોઇને તબીબો પણ ચોંકી ગયા હતા કે સ્ટીલનો ગ્લાસ પેટમાં ગયો કેવી રીતે. આ બાદ તબીબે એક્ષરે કરાવતા પેટમાં સ્ટીલનો મોટો ગ્લાસ હોવાનું જોવા મળ્યું હતું

Download Our B K News Today App



Related News