સુરતના મોરાભાગળ કાર ચાલક BRTS રૂટમાં રોંગ સાઈડમાં ઘુસ્યો, સર્જાયો અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-19 14:38:07
  • Views : 97
  • Modified Date : 2023-08-19 14:38:07

સુરતમાં મોરાભાગળ BRTS રૂટ કારને એક વિચિત્ર અકસ્માત નડ્યો છે. BRTSના રૂટ પર એક કાર રોંગ સાઈડમાં જતી હતી. આ સમયે સામેથી પણ કાર આવતી હતી. આ સમયે બેલેન્સ ન જળવાતા એક કાર રેલિંગ સાથે ટકરાઈ ગઈ છે.કારને નડેલા અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. BRTSના રૂટ પર દોડતી કાર ક્યારેક મોટા અકસ્માતનું કારણ પણ બની શકે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા આવા બેદરકાર કાર ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.તો બીજી તરફ આજે અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા અકસ્માતમાં એકનું મોત થયુ છે. જ્યારે રખિયાલમાં BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત થયુ છે. ઓઢવ BRTS પાસે પણ બે બાઇક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્મતમાં એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

Download Our B K News Today App



Related News