સુરતઃ રાંદેરમાં ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ઝડપ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-26 12:44:36
  • Views : 93
  • Modified Date : 2024-03-26 12:44:36

સુરતઃ રાંદેરમાં ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ઝડપ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરાએ કેદ કરી છે. પોલીસકર્મીઓએ એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધા છે.પોલીસે રસ્તા પર દોડ લગાવી આરોપીને ઝડપી લીધા હતા. ચોરને પકડતા સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસની સતર્કતાને લઈ મોટી ઘરફોડ થતા અટકી હતી. પોલીસે સિકંદર અખતર અને શંકર જાદવની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન 50થી વધુ ચોરી કરી હોવાની આરોપીઓની કબૂલાત સામે આવી છે. સોના-ચાંદીના ઘરેણા સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ પણ રાંદેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News