સુરત પોલીસ ગણેશ મહોત્સવ સહિતના તહેવારોને લઈ એલર્ટ, પિસ્તોલ સાથે એક યુવકને ઝડપ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-17 16:11:48
  • Views : 97
  • Modified Date : 2023-09-17 16:11:48

ગણેશ મહોત્સવ નજીક આવતા જ રાજ્યની પોલીસ સતર્ક બની છે. સુરત પોલીસ પણ હાલમાં એલર્ટ મોડમાં છે અને વિસ્તારમાં બારીકાઈથી નજર તમામ હરકતો પર રાખવામાં આવી રહી છે. સુરતમાં આવી જ રીતે નજર રાખવા દરમિયાન સારોલી પોલીસ દ્વારા એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. ગણેશ મહોત્સવ પહેલા જ આ રીતે હથીયાર સાથે યુવક ઝડપાતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.ગણેશ મહોત્સવ નજીક આવતા જ રાજ્યની પોલીસ સતર્ક બની છે. સુરત પોલીસ પણ હાલમાં એલર્ટ મોડમાં છે અને વિસ્તારમાં બારીકાઈથી નજર તમામ હરકતો પર રાખવામાં આવી રહી છે. સુરતમાં આવી જ રીતે નજર રાખવા દરમિયાન સારોલી પોલીસ દ્વારા એક યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. યુવક પાસેથી એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે. ગણેશ મહોત્સવ પહેલા જ આ રીતે હથીયાર સાથે યુવક ઝડપાતા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.આરોપી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો. તેણે આ પિસ્તોલ ભારતીય બનાવટની મહારાષ્ટ્રમાંથી ખરીદી હતી. સારોલી પોલીસે યુવક પિસ્તોલ મહારાષ્ટ્રથી અહીં સુધી કેવી રીતે લઈને આવ્યો એ અંગેની તપાસ શરુ કરી છે. આ સાથે જ પોલીસ દ્વારા હવે ગણેશ મહોત્સવ સહિતના તહેવારોને લઈ સતર્કતા દાખવવા સાથે કડક પેટ્રોલીંગ હાથ ધર્યુ છે.

Download Our B K News Today App



Related News