સુરતના ફૂલપાડા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા,4ની ધરપકડ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 11:48:24
  • Views : 301
  • Modified Date : 2020-11-30 11:48:24

કતારગામ ફુલપાડા વિસ્તાર એક યુવાનની ચપ્પુના અનેક ઘા મારી નિર્દય રીતે હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. રવિવારની રાત્રે થયેલી હત્યા પાછળ જૂની અદાવત અને હપ્તાખોરીનો વિરોધ હોવાનું બહાર આવી રહ્યું છે. કતારગામ પોલીસે આ હત્યાકેસમાં એક જ પરિવારના 4થી વધુ લોકોની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ આરોપીઓના ઘરમાંથી પોલીસને બે બંદૂક પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ હત્યા કેસમાં 8-10 શખ્સોમાં મહિલાઓ પણ સામેલ હોવાનું મરનારના ભાઈ સુમિતે જણાવ્યું છે.

સુમિત (મરનારનો મોટો ભાઈ) એ જણાવ્યું હતું કે, તેઓ મૂળ ઓડિશાના રહેવાસી છે. વર્ષથી સુરતમાં રહે છે. કતારગામ ગીતાનગરમાં ઘર નજીક પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. રવિવારની રાત્રે સામાવાળા ભોપાલ,તુષાર,અપ્પુ સહિત 8-10 જણાઓમાં મહિલાઓએ ઘરેથી દુકાન પર જતાં મારા ભાઈને રસ્તે રોકી ચપ્પુ વડે હુમલો કરી પતાવી દીધો હતો. રસ્તા પર લોહીના ખાબોચિયામાં મળી આવેલા ભાઈ સંભીતની છાતીમાં ચપ્પુ ઘુસાડેલી હાલતમાં મૃતદેહ જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો
મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરો માથાભારે અને ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે 15 દિવસ પહેલા પણ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. રવિવારે સવારે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવીને આવ્યા બાદ રાત્રે મારા ભાઈની નિર્મમ હત્યા કરાઈ છે. આ પરિવારનો એક યુવાન અગાઉ બંદૂક સાથે પકડાયો હતો. આવા અનેક ગુનાઓ આ પરિવાર વિરુદ્ધ કતારગામમાં નોંધાયા છે. મારા ભાઈની હત્યા પાછળ હપ્તાખોરીનો વિરોધ અને જૂની અદાવત કારણભૂત કહી શકાય છે. સંભીતની હત્યા બાદ પોલીસે આરોપીઓના ઘરમાંથી બે બંદૂક પણ કબજે લીધી છે. હાલ પોલીસે સંભીત હત્યા કેસમાં 5 જણા ની અટક-ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.હુમલાખોર ભોપાલ, તુષાર ઉર્ફે મેગી, અપ્પુ, દિવ્યેશ, જીગર, હિરેન, કૃણાલ, રાજુ, અશોક, સુમન, સહિત 3 મહિલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News