ચિત્ર દોરવાની કળાને ઉજાગર કરતી સુરતની ફોરમ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 11:29:39
  • Views : 404
  • Modified Date : 2020-04-25 11:29:39

લોકડાઉન દરમિયાન લોકો અવનવી પ્રવુતિ કરી
પોતાની સ્કિલ ડેવલોપ કરી રહ્યા છે. ત્યારે સુરતની ફોરમ પટેલ નામની છોકરીએ ઘરે બેઠા પોતાની ચિત્ર દોરવાની કળાને ઉજાગર કરી હતી. સમગ્ર ભારતમાં લોકડાઉન દરમિયાન લોકો ઘરે બેઠા અવનવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. કોઈ ઘરે બેઠા જ ઓફિસનું કામ કરતા હોય છે તો અમુક લોકો ઘરે બેઠા
પોતાની અંદર રહેલી કળાને પણ ઉજાગર કરતા જોવા મળી રહ્યા છે. આવું એક ઉદાહરણ સુરત શહેરમાં જોવા મળ્યું હતું. સુરતમાં રહેતી ફોરમ પટેલ નામની છોકરી છેલ્લાં ૧૦ વર્ષથી ચિત્ર દોરવાનો શોખ ધરાવે છે.
ત્યારે લોકડાઉનમાં ફોરમ પોતાના ઘરની દિવાલ પર ભગવાન શિવનું સુંદર ચિત્ર દોર્યું છે. છેલ્લાં ૧૬ વર્ષથી પોતાની અંદર રહેલી કળાને આ નવરાશની
પળોમાં ઉજાગર કરી હતી. ફોરમ હાલ કોમ્પ્યુટર એન્જીનિયરીંગ કરી રહી છે. કોરોન્ટાઈનના સમયમાં ઘરે જ બેસી આવી રીતે પોતાની ચિત્ર દોરવાની કળાને ફરીથી એક વાર ઉજાગર કરી હતી.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News