સુરત એટલે કામમાં લોચો ન મારે અને ખાવામાં લોચો છોડે નહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-17 15:16:22
  • Views : 83
  • Modified Date : 2023-12-17 15:16:22

સુરતમાં પીએમ મોદીએ આજે વિકાસની ભેટ આપી છે. લોકાર્પણ બાદ નરેન્દ્ર મોદીએ જાહેર જનતાને સંબોધી છે. જેમાં પીએમ મોદીએ સુરતીઓને સંબોધતા જણાવ્યું છે કે ” સુરતીઓ કામમાં લોચા મારતા નથી અને ખાવામાં લોચો છોડતા નથી” તો સુરતમાં ડાયમંડ બુર્સ બનાવવી એક ઈતિહાસ રચ્યો છે. તો આ સાથે પીએમ મોદીએ જણાવ્યુ કે પહેલા સુરતને સનસિટી તરીકે ઓળખવામાં આવતી હતી. તે હવો બુર્સ સિટી તરીકે ઓળખવામાં આવશે. તો સુરતીઓ મોદીની ગેરંટીની જાણ ઘણા વર્ષોથી જાણે છે. આ ગેરંટીનું સૌથી મોટું ઉદાહરણ સુરતનું ડાયમંડ બુર્સ છે.છેલ્લા 10 વર્ષમાં ભારત દુનિયામાં 5 મા નંબરની આર્થિક શક્તિ બન્યો છે. તો પીએમ મોદીએ ગેરંટી આપી છે કે ત્રીજી ઈનિંગમાં ભારત ટોપ- 3 ઈકોનોમીમાં હશે. તો આગામી 25 વર્ષ માટે પણ ટાર્ગેટ નક્કી કર્યો છે. તો સુરતમાં ડાયમંડ બુર્સ દોઢ લાખ લોકોને રોજગારી આપશે.PM મોદીએ ગુજરાત સરકારને એડવાન્સમાં વાયબ્રન્ટ ગુજરાત 2024ને લઇને શુભેચ્છા પાઠવી, અને આગામી વર્ષોમાં ગુજરાત વિકાસની નવી સિદ્ધિઓને હાંસલ કરશે તેવો મત વ્યક્ત કર્યો.

Download Our B K News Today App



Related News