સુરત : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી 'હર ઘર તિરંગા યાત્રા'ની શરૂઆત, સંઘવીએ કહ્યું ફરી આઝાદી જેવો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-04 11:05:33
  • Views : 280
  • Modified Date : 2022-08-04 11:05:33

સુરત : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી 'હર ઘર તિરંગા યાત્રા'ની શરૂઆત, સંઘવીએ કહ્યું ફરી આઝાદી જેવો માહોલ

PM મોદીએ ટ્વિટ કરીને લોકોને 'હર ઘર તિરંગા અભિયાન'ને મજબૂત કરવાની અપીલ કરી છે. તારીખ 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર ઝંડો લહેરાવવા PMએ અપીલ કરી છે ત્યારે સરકારના આ અભિયાન અંતર્ગત આજે સુરતમાં બે કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રાને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી. સુરતની આ પદયાત્રાના કાર્યક્રમમાં CR પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, દર્શના જરદોષ, પુર્ણેશ મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં છે. સુરતની 'હર ઘર તિરંગા પદયાત્રા'માં નિવૃત્ત સૈનિકો પણ સામેલ થયા છે. એ સિવાય અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા છે. હજારો વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાવવા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.

આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે: સંઘવી

 કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, 'આઝાદીના 75માં વર્ષે દેશમાં એકતાની લહેર જાગી છે. ગુજરાતના ઘરેઘરે તિરંગા લહેરાવવાના છે. આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે. તિરંગો ભેટમાં લેવાને બદલે તિરંગો ખરીદી ઘરે લહેરાવજો. સૌ ગુજરાતીઓ આ યાત્રામાં સહભાગી થાય તેવા પ્રયત્નો કરજો.'

 

PM મોદીએ 'હર ઘર તિરંગા અભિયાન'ની દેશવાસીઓને કરી હતી અપીલ

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ 'હર ઘર તિરંગા અભિયાન'ને અનુલક્ષીને કહ્યું હતું કે, 'આ મુહિમ તિરંગા સાથેના આપણા જોડાણને વધારે મજબૂત કરશે.' તેઓએ કહ્યું કે, '22 જુલાઇ, 1947ના રોજ તિરંગાને રાષ્ટ્રધ્વજના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો.'

PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'આપણે આજે એ તમામ લોકોના સાહસ અને પ્રયાસોને યાદ કરીએ છીએ કે જેઓએ એ સમયે સ્વતંત્ર ભારત માટે એક ધ્વજનું સ્વપ્ન જોયું હતું કે જ્યારે આપણે વસાહતી શાસન વિરૂદ્ધ લડી રહ્યાં હતા. આપણે તેઓના સપનાને પૂર્ણ કરવાનું અને તેમના સપનાને ભારતનું નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.'

આ અભિયાન અંતર્ગત www.harghartiranga.com વેબસાઈટ પણ શરુ કરાઇ છે

આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે.

 

Download Our B K News Today App



Related News