સુરત : પાવર કટની સમસ્યાથી કંટાળેલા લોકો ગાદલા ગોદડા સાથે જીઇબી કચેરી પહોંચ્યા,રોષે ભરાયેલા લોકોનું અનોખું વિરોધ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-25 17:25:07
  • Views : 62
  • Modified Date : 2024-06-25 17:25:07

સુરત : પાવર કટની સમસ્યાથી કંટાળીને સમ્રાટ સોસાયટીના રહીશો મોડી રાત્રે જીઇબી કચેરી પહોંચ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. વીજ કંપનીની કચેરીમાં લોકોએ ધામા નાખ્યા હતા.પાવર કટના વિરોધમાં ગાદલા ગોદડા સાથે જીઇબી કચેરી પહોંચ્યા હતા. સમસ્યા હલ જરવામાં તંત્રના અખાડાથી સ્થાનિકો રોષે ભરાયા હતા. વારંવારની રજૂઆત ધ્યાને લેવામાં ન આવતા લોકો વીજ કંપનીની કચેરીએ ધસી ગયા હતા.શહેરના પુણાગામ વિસ્તારની સોસાયટીઓના રહીશો ગાદલા ગોદડા સાથે પહોંચ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગીચોક પેટા વિભાગીય કચેરી ખાતે થાળી વગાડીને પણ વિરોધ કરાયો હતો.

Download Our B K News Today App



Related News