સુરતમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ કોર્ટમાં આરોપીની તરફેણ કરતા શરતોના આધારે જામીન મંજૂર કરવામાં આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 15:31:09
  • Views : 370
  • Modified Date : 2020-12-25 15:31:09

    સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામ ખાતે રહેતું શ્રમજીવી પરિવાર મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનું વતની છે. કડીયાકામ કરી બે દિકરા અને બે દીકરી સહિતના પરિવારનું ગુજરાન ચલાવનાર શ્રમજીવીની 17 વર્ષિય સગીર દીકરી ગત તા.12મી જૂન 2019ના રોજ સવારે પોણા આઠેક વાગ્યાના સુમારે કુદરી હાજતે જવાનું કહી ગઇ હતી. ત્યાર બાદ તેણીનો ક્યાંય પણ કોઇપણ અતોપતો લાગ્યો ન હતો.આથી પરિવારજનોએ દીકરી પર દુષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી. જેથી આરોપી પર દુષ્ક્રમ, પોક્સો સહિતની કલમો લગાવવામાં આવી હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન સગીરાએ પોતાની મરજીથી ગઈ હોવાનું કહેતા આરોપીને જામીન અપાયા હતાં.

    સગીરાની સાથે મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નિશાળવાળી શેરી ખાતે રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે મુકેશ મિજી બારૈયા પણ સ્થળ પરથી ગાયબ હતો. જેથી શ્રમજીવી પરિવારના મોભીએ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે પોતાની સગીર દીકરીને કોઇ ઇસમ લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ ચલાવી રહેલી પોલીસે અંતે ઘટનાના એક વર્ષ બાદ સગીરા અને આરોપી ધર્મેન્દ્ર બારૈયાને ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે શરૂઆતમાં પોલીસે ઇપીકો કલમ 363, 366 મુજબનો ગુનો દર્જ કર્યો હતો. ત્યાર બાદ ઇપીકો કલમ 376 (3), તથા ધી પોક્સો એ ક્ટની કલમ 4,5,6 મુજબની કલમનો ઉમેરો કરવા માટે કોર્ટમાં અરજી કરેલ હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

    આ કેસમાં આરોપી તરફે એડવોકેટ મહેન્દ્રસિંહ ડી.સોલંકીએ જામીન અરજી કોર્ટ સમક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ ગુનામાં ભોગ બનનાર જયારે પોતાના ઘરેથી ભાગી હતી ત્યારે તેણીની ઉમર 17 વર્ષ 3 માસ ઉપરાંતની હતી. તેણી પોતાની મરજીથી આરોપી સાથે ભાગી હતી. કારણે કે બન્નેની અગાઉ સગાઇ થઇ હતી અને બન્ને એ કબીજાના પ્રેમમાં હતા. ઉપરાંત ફરિયાદી યુવકને પસંદ કરતાં ન હતા. જેથી આ ગુનાની ભોગ બનનાર યુવતી પોતે જાતે પોતાના ઘરેથી ભાગી છૂટી હતી. ઉપરાંત તેણીએ જયારે 18 ની ઉંમર પૂર્ણ કરી હતી. ત્યાર બાદ આ કામના આરોપીએ તેણી સાથે લગ્ન કર્યા હતા. જેના થકી આરોપી હાલમાં એક સંતાનનો પિતા પણ છે. આ કેસમાં . ફરિયાદી તરફે એડવોકેટ ભાવેશકુમાર કે.વાળાએ વિથ પ્રોસિક્યુશન રહી ફરિયાદી તથા ભોગ બનનારનું સોગંદનામું આરોપીની જામીનની તરફેણ કરતું રજૂ કર્યું હતું. જેથી કોર્ટે આરોપીના રૂપિયા 15 હજારના શરતી જામીન મંજૂર કર્યા હતા.



Download Our B K News Today App



Related News