ગુજરાતમાં પણ 11થી 14 એપ્રિલ રસી ઉત્સવ ઉજવવો છે પણ 6 દિવસ ચાલે એટલો 20 લાખ જ વેક્સિનનો સ્ટોક, સરકાર મૂંઝવણમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 15:12:02
  • Views : 269
  • Modified Date : 2021-04-09 15:12:02

    કોરોનાના કહેરને કાબુમાં લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં તા.11 થી 14 રસી ઉત્સવની અપીલ કરી હતી. જો કે રાજ્યમાં સ્થિતિ એવી છે કે રસીના ડોઝ માત્ર 6 દિવસ ચાલે એટલા જ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એગ્રેસિવ વેક્સિનેશન થતું હતું જેમાં બે દિવસથી ઘટાડો આવ્યો છે. હવે માત્ર 20 લાખ ડોઝ જેટલો જ વેક્સિનનો સ્ટોક છે.ગુજરાતમાં રસીકરણના આંકડા જોવામાં આવે તો કેન્દ્ર દ્વારા ગુજરાતને 1,05,19,330 ડોઝ અપાયા હતા. જેમાં 84,65,490 ડોઝનો ઉપયોગ થયો છે અને સરકારના સ્ટોકમાં હાલ 20,53,340 ડોઝ છે. ગુજરાતમાં રોજના 3,49,645 લોકોને વેક્સિન આપવામાં આવે છે તે જોતા આ જથ્થો લગભગ 6 દિવસ સુધી ચાલશે.

    ગુજરાતમાં વેક્સિનેસન વધારવાની સાથે રસીનો જથ્થો પણ જરૂરી હોવાથી ગુજરાત સરકારને કેન્દ્ર પાસેથી વધુ 15 લાખ રસી મળવાની હોવાનું આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું, અને આ 15 લાખ રસી બુધવાર સુધીમાં ગુજરાતને મળી જશે. જેથી ગુજરાતમાં વેક્સિનની અછત સર્જાય તેવું નથી. કેમકે હાલનો રસીનો જથ્થો વપરાશે ત્યાં સુધીમાં નવા ડોઝ આવી જશે .

    ગઈકાલે રાજ્યમાં 2 લાખ 71 હજાર 550ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 74 લાખ 4 હજાર 864 લોકોને પ્રથમ ડોઝ અને 9 લાખ 27 હજાર 976 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 83 લાખ 32 હજાર 840નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 17 હજાર 929 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 47 હજાર 100ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.રાજ્યમાં અત્યાર સુધીમાં 3 લાખ 32 હજાર 474ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,655 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 3 લાખ 7 હજાર 346 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 20473 એક્ટિવ કેસ છે, જેમાંથી 182 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 20291 દર્દીની હાલત સ્થિર છે.



Download Our B K News Today App



Related News