સુરત : કતારગામમાં મહિલાને એસિડ એટેકની ધમકી મળતા પોલીસ દોડતી થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-19 11:34:46
  • Views : 81
  • Modified Date : 2024-03-19 11:34:46

સુરત : કતારગામમાં મહિલાને એસિડ એટેકની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી. અતિગંભીર સ્વરૂપ ધારણ કરે તેવા મામલામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી આવી કોઈ ઘટના બને તે પહેલા ધમકી આપનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે તપાસમાં મહિલાના પૂર્વ પતિનું કારસ્તાન હોવાનું સામે આવ્યું.સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના સામે આવી છે. મહિલાના પૂર્વ પતિએ પત્ની પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. ગભરાયેલી મહિલાએ આ બાબતની પોલીસને જાણ કરતા તપાસ તેજ કરાઈ હતી. પૂર્વ પતિએ ફરી લગ્ન કરે તો માટે મહિલાને દબાણમાં લાવવા એસિડ ફેંકવાની ધમકી આપી હતી.યુવતીએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

 

Download Our B K News Today App



Related News